લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચરિત્રની શંકા કરીને પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ નોંધાઇ


SHARE





મોરબીમાં ચરિત્રની શંકા કરીને પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ નોંધાઇ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર 5 માં રહેતી મહિલાના ચરિત્ર્ય ઉપર શંકા કરીને શારીરિક માનસિક ત્રાસ તેના પતિ દ્વારા આપવામાં આવતો હતો અને નાની નાની બાબતે મેણા ટોણા મારીને ઢીકા પાટુનો માર મારવામાં આવતો હતો તેમજ ગાળો આપવામાં આવતી હતી જેથી કરીને હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર 5 માં રહેતી અનિષાબેન હનીફભાઈ અઘામ જાતે મુસ્લિમ (ઉંમર વર્ષ 32) એ હાલમાં તેના પતિ હનીફભાઈ કાસમભાઈ અઘામની સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેના પતિ દ્વારા ઘરકામ બાબતે અવારનવાર માર મારીને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો તેમજ નાની નાની વાતમાં તેને ઢીકાપાટુનો માર મારીને ગાળો આપવામાં આવતી હતી અને ચરિત્ર્યની શંકા વહેમ કરીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News