મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની ચુંટણી ૩જી માર્ચે યોજાશે


SHARE















વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘની ચુંટણી ૩જી માર્ચે યોજાશે

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. વાંકાનેર ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદારવાંકાનેરની કચેરીવાંકાનેર ખાતે તા.૨૪/૦૨/૨૦૨૩ સુધી કરવામાં આવશે અને મળેલ ઉમેદવારી પત્રોની યાદી ચૂંટણી અધિકારી અને મામલતદારવાંકાનેરની કચેરીવાંકાનેર ખાતે તા.૨૪/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૭/૦૨/૨૦૨૩ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદારવાંકાનેરની કચેરીવાંકાનેર ખાતે કરવામાં આવશે. આ માન્ય ઉમેદવારી પત્રોની યાદી  તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ  ચૂંટણી અધિકારી અને મામલતદારવાંકાનેરની કચેરી અને પ્રાંત કચેરી વાંકાનેર ખાતે પ્રસિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. અને ઉમેદવારી પાછી ખેચી લેવાની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર વાંકાનેરની કચેરી ખાતે તા.૨૮/૦૨/૨૦૨૩ના રોજ કરવામાં આવશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ તા.૨૮/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે અને મતદાન  તા.૦૩/૦૩/૨૦૨૩ના રોજ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. દાણાપીઠ વાંકાનેર ખાતે કરવામાં આવનાર છે. જેની મતગણતરી તા.૦૩/૦૩/૨૦૨૩ના રોજ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. દાણાપીઠ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે તેવું વાંકાનેર પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારી એ. એચ. શિરેસિયાની યાદીમાં જણાવાયું છે.






Latest News