મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE





મોરબીના મહેન્દ્રનગર ગામે યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાતો પ્રયાસ કર્યો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારની અંદર રહેતા અમિતભાઈ ઘેલાભાઈ માકાસણા (૩૦) એ રવિવારે વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી નજીક આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના પ્રયાસના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી હાલ મોરબીના ગાળા ગામે રહેતી એશ્વર્યા શેતાનસિંગ ભુરીયા (૬) નામની બાળકી પગપાળા ચાલીને પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટ લીધી હતી જેથી કરીને આ બાળકીને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કોસા સીરામીક પાસેથી રવિકુમાર ગુર્જર (૧૮) નામનો યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલ રવિકુમાર ગુર્જરને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News