મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં દંપતી સાથે ઝઘડો કરીને બે શખ્સોએ મહિલાને મારમાર્યો


SHARE





મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં દંપતી સાથે ઝઘડો કરીને બે શખ્સોએ મહિલાને મારમાર્યો

મોરબીના બોરીયા પાટી વિસ્તારમાં દંપતી સાથે બોલાચાલી કરીને બે શખ્સો દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહિલાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ બોરીયા પાટી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ નવઘણભાઈ નકુમ જાતે દલવાડી (૪૬) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ છગનભાઈ પરમાર અને વિમલભાઈ મનસુખભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મનસુખ પરમારે તેની તથા તેના પત્ની મુક્તાબેન દિનેશભાઈ નકુમ (૪૫) સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેનો દીકરો વિમલભાઈ પરમાર ત્યાં ઉપરાણું લઈને આવ્યો હતો અને ત્યારે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના પત્ની મુક્તાબેન દિનેશભાઈ નકુમને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હોવાથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બાઇક સ્લીપ

મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં રહેતો રોનક રમેશચંદ્ર રાવલ (૩૨) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રોનક રાવલને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News