નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૦ જેટલી દુકાનોમાં ચોરી કરનારા ચોરનાં એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE





મોરબીમાં ૩૦ જેટલી દુકાનોમાં ચોરી કરનારા ચોરનાં એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક પ્લાઝા અને શક્તિ ચેમ્બરમાં કુલ મળીને ૩૦ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હતા જે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓએ જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી અને આ ચોરીના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક પ્લાઝા કોમ્પલેક્ષમાં થોડા દિવસો પહેલા એકીસાથે ૨૦ જેટલી દુકાનના તાળા તૂટ્યા હતા ત્યાર બાદ શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં જુદા જુદા વેપારીઓની દુકાનોને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ લગભગ ૧૦ કરતાં વધુ દુકાનોના તાળા એક જ રાતમાં તોડવામાં આવ્યા છે આમ એક જ વિસ્તારમાં થોડા દિવસોના અંતરે ૩૦ જેટલી દુકાનોના તાળાં તૂટ્યા હતા જેથી કરીને વેપારીઓ દ્વારા આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી કરીને બી ડિવિઝનના પીઆઇ પી.કે. દેકાવાડિયા અને તેની ટિમ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે

મોરબી બી ડિવિઝન પોલીસે બંને શોપિંગ સેન્ટરોમાં કુલ મળીને ૩૦ જેટલી દુકાનોના તાળા તોડનાર અમિત ઉર્ફે અનુશેરસિંહ નન્હેલાલ રાવત જાતે આદિવાસી (૨૦) રહે. ખીરીયા થાના નારીયાવલી તાલુકો જીલ્લો સાગર મધ્યપ્રદેશ હાલ રહે. મોરબી વાળાની ગત મોડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ધરપકડ કરી હતી.અને પકડાયેલ અમિત ઉર્ફે અનુશેરસિંહ રાવત જાતે આદિવાસીએ આ બે શોપિંગ સેન્ટરોમાં જ ચોરી કરી છે કે અન્ય કોઈપણ જગ્યાએ પણ હાથ અજમાવેલ છે કે કેમ તેમજ તેણે એકલાએ જ આ ઘટનાને અંજામ આપ્યો હતો કે તેની સાથે અન્ય કોઈપણ સંડાવાયેલ છે એ દિશામાં સીટી બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આ આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે તેવું મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાએ જણાવ્યુ છે

વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કેહાલમાં પકડાયેલ આરોપી એક વર્ષ પહેલા મોરબીના ઘૂટું રોડે આવેલ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને ત્યાર બાદ તે પોતાના વતનમાં જતો રહ્યો હતો અને થોડા દિવસો પહેલા જ તે પોતાના વતનમાંથી પાછો આવ્યો હતો અને તેને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જો કે, તેની સાથે બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બહારથી મજૂરી કામ કરવા માટે આવતા મજૂરોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લીકેશનમાં દરેક કારખાનેદાર દ્વારા વહેલાં વહેલી તકે આપવામાં આવે તે જરૂરી છે




Latest News