નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબી નજીક રાઘવ કોમ્પલેક્ષની દુકાનમાંથી ૩૪ બોટલ દારૂ- ૧૪૪ બીયર સાથે એક શખ્સ પકડાયો


SHARE





મોરબી નજીક રાઘવ કોમ્પલેક્ષની દુકાનમાંથી ૩૪ બોટલ દારૂ- ૧૪૪ બીયર સાથે એક શખ્સ પકડાયો

મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ રાઘવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫માં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂ તથા બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૭,૪૩૦ ની કિંમતના દારૂ અને બીયર સહિત કુલ મળીને ૫૨,૯૩૦ ના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમે અગામી હોળી-ધુલેટીના તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને તહેવારીની શાંતિ પૂર્ણ રીતે ઉજવણી થાય તેના માટે સઘન તપાસ કરી રહી છે દરમ્યાન એલસીબી સ્ટાફના સુરેશભાઇ હુંબલપૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા અને વિક્રમભાઇ ફુગસીયાને મળેલ બાતમી આધારે લીલાપર ચોકડી નજીક આવેલ તિર્થક પેપર મીલ પાસે રાધવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ માં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રા જાતે દલવાડી (૨૭) રહે. હાલ ન્યુ ગુજરાત હાઉસીંગબોર્ડ શનાળા રોડ રવિભાઇ રબારીના મકાનમાં ભાડે મુળ રહે. સોની તલાવડીલાલટાંકી પાસે ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દારૂની ૩૪ બોટલ તેમજ ૧૪૪ બિયરની બોટલ કબજે કરવામાં આવી છે તે ઉપરાંત બે મોબાઈલ ફોન મળીને પોલીસે કુલ ૫૨,૯૩૦ નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સમગ્ર ટિમ દ્વારા કરવામાં આવી હતી




Latest News