નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક ટ્રકના ટૂલ બોક્સમાંથી દારૂની ૭૨ બોટલો દારૂ-બીયર સાથે એક પકડ્યો


SHARE





મોરબીના બેલા નજીક ટ્રકના ટૂલ બોક્સમાંથી દારૂની ૭૨ બોટલો દારૂ-બીયર સાથે એક પકડ્યો

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ શ્યામ હોટલ પાસે ટ્રકને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ટૂલ બોક્સમાંથી દારૂ અને બિયરની ૭૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂના જથ્થા અને ટ્રક સહિત પોલીસે ૧૦,૩૧,૨૦૦ ના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે 

મોરબીના એસપીની સૂચન મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે મોરબી તાલુકા પીઆઇ પીઆઈના માર્ગદર્શન હેઠળ તાલુકામાં દારૂ જુગારના કેસ શોધવા માટે ટિમ કામ કરી રહી છે દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમારને સંયુકત રાહે બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકાના બેલા (રંગપર) થી ખોખરા હનુમાન રોડ તરફ જવાના રસ્તે શ્યામ હોટલ પાસેથી પસાર થઈ રહેલ ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૯ જીઇ ૬૦૪૫ ને ચેક કરવામાં આવતા ટૂલ બોક્સમાંથી દારૂ અને બિયરની અલગ અલગ બ્રાન્ડની ૭ર બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૧,૨૦૦ નો દારૂ અને બીયર તેમજ ૧૦ લાખનો ટ્રક આમ કુલ મળીને ૧૦,૩૧,૨૦૦ ના મુદ્દામાલ સાથે હેમારામ હનુમાનરામ ગોદારા જાતે જાટ (ર૨) રહે. પાલ ભાખરી કરના તાલુકો સિંઘરી જિલ્લો બાડમેર (રાજસ્થાન) વાળાને ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News