નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં ઓફિસમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા : ૭.૦૨ લાખનો મુદામાલ કબજે


SHARE





મોરબીના લાતી પ્લોટમાં ઓફિસમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા : ૭.૦૨ લાખનો મુદામાલ કબજે

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૧ અને ૨ ની વચ્ચે રિદ્ધિ સિદ્ધિ પાન વાળી શેરીમાં આવેલ ઓફિસમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી ઓફિસના માલિક સહિત કુલ મળીને ૧૦ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા ૨૯૧૪૦૦ સહિત કુલ મળીને ૭૦૨૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.


જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે મોરબીના લાતી પ્લોટ શેરી નં. ૧ અને ૨ ની વચ્ચે રિદ્ધિ સિદ્ધિ પાન વાળી શેરીમાં વિશાલ સ્ટોરની પાછળના ભાગમાં પ્રિયદર્શન ઉર્ફે પીપી પૂર્ણશંકર ઠાકરની ઓફિસ આવેલ છે તે ઓફિસમાં એલસીબીની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રિયદર્શન ઉર્ફે પી.પી. પુર્ણશંકર ઠાકર જાતે બ્રાહમણ (૫૮) રહે. રવાપર રોડ પ્લેટેનીયમ હાઇટસ બ્લોક નંબર-૬૦૧ મોરબી, ભરતભાઇ તળશીભાઇ સાંદેશા જાતે ઠાકોર (૨૭) રહે. લાતીપ્લોટ-૪ અલ્લારખાની દુકાનની સામે મોરબી, અક્ષય મગનભાઇ વિઠ્લાપરા જાતે કોળી (૨૪) રહે. ડુંગરપુર તાલુકો હળવદ, કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા જાતે કોળી (૫૩) રહે. જુનાદેવળીયા તાલુકો હળવદ, કાંતીલાલ માવજીભાઇ શેરરીયા જાતે પટેલ (૪૬) રહે. ઉમા ટાઉનશીપ સાંઇ પેલેશ બ્લોક નં-૪૦૧ મોરબી, દિનેશભાઇ વલ્લભભાઇ રંગપરીયા જાતે પટેલ (૩૪) રહે. આલાપરોડ તીરૂપતિ સોસાયટી શ્યામ નિવાસ મોરબી, રણદીપભાઇ હરજીભાઇ કાવઠીયા જાતે પટેલ (૪૯) રહે. બેલા, જયેશભાઇ કેશવજીભાઇ કલોલા જાતે પટેલ (૪૦) રહે. શનાળા રોડ પંચવટી સોસાયટી મોરબી, રમજાન ગફુરભાઇ માલાણી જાતે મુસ્લીમ (૪૩) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નંબર-૨ મોરબી અને કપીલભાઇ ભગવાનજીભાઇ અધારા જાતે પટેલ (૩૬) રહે. મહેન્દ્રનગર મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨,૯૧,૪૦૦ રોકડા, ૮૧ હજાર રૂપિયાની કિંમતના ૧૫ મોબાઇલ ફોન, ૩.૩૦ લાખની કિંમતના ત્રણ વાહન આમ કુલ મળીને ૭,૦૨,૪૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને ૧૦ જુગારીઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




Latest News