નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાએ એડવોકેટને ઝાપટ મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE





મોરબીમાં મહિલાએ એડવોકેટને ઝાપટ મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના મંગલ ભુવન ચોક પાસે આવેલ બોમ્બે મોબાઈલ નામની દુકાન પાસે એડવોકેટને “તું મારી ગામમાં શું ખોટી વાતો કરે છે” તેમ કહીને મહિલાએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા એડવોકેટ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ શહેરના સનાડા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં આવેલ અંજની એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૫૦૪ માં રહેતા એડવોકેટ રજાકમીયા અબ્બાસમિયા બુખારી જાતે સૈયદ (૪૬) એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેશમાબેન ગીરીશભાઈ વિડજા રહે. ઉમા વિલેજ સોસાયટી મહેન્દ્રનગર મોરબી વાળીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મંગલ ભુવન ચોક પાસે આવેલ બોમ્બે મોબાઈલ નામની દુકાન પાસેથી તે ઊભા હતા ત્યારે મહિલાએ ત્યાં આવીને “તું મારી ગામમાં શું ખોટી વાતો કરે છે” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ભૂંડા બોલી ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને પીઠના ભાગે હાથના પંજા અને નખ વડે માર મારીને ઇજા કરી હતી તેમજ ઝાપટ મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી ભોગ બનેલા એડવોકેટ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મહિલાએ એડ્વોકેટની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.




Latest News