નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીની શાળામાં ટ્રનિંગ પોઈન્ટ ટ્રેનિંગ અંતર્ગત બનાવેલા વૈજ્ઞાનિક મોડેલનું પ્રદર્શન


SHARE





મોરબીની શાળામાં ટ્રનિંગ પોઈન્ટ ટ્રેનિંગ અંતર્ગત બનાવેલા વૈજ્ઞાનિક મોડેલનું પ્રદર્શન 

સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહેવિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવેપ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સાંભળેલું ભૂલી જાય છેજોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળાકપોરીવાડી,વજેપરવાડીલખધીરનગર,ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા,ભરતનગરગોર ખોજડિયા,લીલાપર વગેરે શાળાઓના બબે શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાં  આવેલ  હતી જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવેલસમજાવવામાં આવેલ જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી હતી. અને વિદ્યાર્થીઓ ૬૦ જેટલા મોડેલ વિદ્યાર્થીઓ બનાવી  વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો.સીતારામ અને સંધ્યાબેને જુદા જુદા મોડેલ બનાવતા શિક્ષકોને શીખવ્યું હતું ત્યાર બાદ મટીરીયલ પણ આપવામાં આવ્યું હતું જેમાંથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મોડેલ તૈયાર કર્યા હતા આ મોડેલનું પ્રદશન શાળાઓમાં યોજાયું હતું ત્યારે ડો.સીતારામ, ડૉ.સંધ્યાબેન, મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયા તેમજ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શન સફળ બનાવવા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી. તેવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ જણાવ્યુ છે.




Latest News