ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

સિરામિક ઉદ્યોગકારો સાવધાન: મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં મજૂરોનું રજીસ્ટ્રેશન ન કરનારા ત્રણ કોન્ટ્રાકટર સામે ફરિયાદ


SHARE













સિરામિક ઉદ્યોગકારો સાવધાન: મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં મજૂરોનું રજીસ્ટ્રેશન ન કરનારા ત્રણ કોન્ટ્રાકટર સામે ફરિયાદ

મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગ આવેલા છે જેમાં રોજગારી મેળવવા માટે થઈને બીજા રાજ્યમાંથી ઘણા બધા શ્રમિકો આવતા હોય છે અને તેમાંથી કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે જે સમયાંતરે ગુના આચરતા હોવાથી આવા શખ્સોને શોધી કાઢવા માટે થઈને મોરબી જિલ્લામાં મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં પરપ્રાંતીય મજૂરોનું રજીસ્ટ્રેશન કરાવવા માટે થઈને અવારનવાર સૂચના આપવામાં આવે છે તેમ છતાં પણ હજુ તેમાં કારખાનામાં કામ કરતાં કોન્ટ્રાક્ટરો કે કારખાનેદારો દ્વારા શ્રમિકોનો ડેટા અપલોડ કરવામાં આવતો નથી જેથી કરીને હવે આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો અને કારખાનેદારો સામે કાર્યવાહી કરવાનું પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું હોય તેમ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં જુદા જુદા ત્રણ સીરામીક કારખાનાની અંદર કામ કરતા કોન્ટ્રાક્ટરોની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં લોકોની સલામતી માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે અને તેમાં લોકોનો સહકાર મળે તો ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી એટલા જ માટે થોડા સમય પહેલા રાજકોટના રેન્જ આઇજી અશોકકુમાર યાદવની હાજરીમાં સીરામીક એસો., પેપરમીલ એસો., સહિત જુદા જુદા એસો.ના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના લોકોની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ઉદ્યોગને લગતા મોટાભાગના પ્રશ્નોનો સમાધાન પોલીસ વિભાગ દ્વારા કરી નાખવામાં આવ્યું છે ત્યારે હવે મોરબી જિલ્લામાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા જે મોરબી એસયોર્ડ એપ્લિકેશન બનાવવામાં આવી છે તેમાં મોરબીની આસપાસમાં આવેલ ઉદ્યોગમાં તેમજ અન્ય જગ્યાએ કામ કરતા પરપ્રાંતીય મજૂરોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવે તે જરૂરી છે અને તેના માટે જાહેરનામું પણ અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ કારખાનેદારો કે પછી કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનારા કોન્ટ્રાક્ટરો દ્વારા કારખાનામાં કામ કરતા મજૂરોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં મૂકવામાં આવતી નથી જેથી કરીને કોઈપણ સમયે કોઈ ગુનો બને તો ગુનેગારો સુધી પહોંચી શકાતું નથી ત્યારે હવે પોલીસ દ્વારા બેદરકારી રાખનારા કોન્ટ્રાક્ટરો અને કારખાનેદારનો સામે કાર્યવાહી કરવાનું મન બનાવી લેવામાં આવ્યું હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા ત્રણ સીરામીક કારખાનાના કોન્ટ્રાક્ટર સામે ગુના નોંધવામાં આવ્યો છે જેમાં મળતી માહિતી મુજબ લાકડધાર રોડ ઉપર આવેલ સદભાવ સીરામીક કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર કિરીટસિંહ મહિપતસિંહ તુવર જાતે રજપૂત (૩૫) રહે. જીનપરા શેરી નં-૫ વાંકાનેર, લેમ્બ સીરામીક કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર સોનુકુમાર શીવન નિશાદ જાતે મલ (૩૨) રહે લેમ્બ સીરામીક લાકડધાર રોડ તાલુકો વાંકાનેર અને માટેલ રોડ ઉપર આવેલ ઇટકોસ ગ્રેનીટો સિરામિક કારખાનામાં કોન્ટ્રાક્ટર રાખનાર શૈલેષભાઈ ધનજીભાઈ ડાકા જાતે પટેલ (૪૪) રહે. હડમતીયા તાલુકો ટંકારા વાળાની સામે મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં પરપ્રાંતીય મજૂરોનું રજીસ્ટ્રેશન ન કરવા બદલ અને મજૂરોના આઈડી પ્રૂફ મેળવેલ ન હોય તેની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી કરીને ગુના નોંધવામાં આવેલ છે અત્રે ઉલ્લેખીએ છે કે અવારનવાર કારખાનેદારો અને આગેવાનો સાથે મીટીંગ કરીને પોલીસ દ્વારા મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં પરપ્રાંતીય મજૂરોનો ડેટા અપલોડ કરવા માટે કહેવામાં આવે છે પરંતુ શા માટે થઈને તેમાં ડેટા અપલોડ કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે અને જો હજુ કારખાનેદારો અને કોન્ટ્રાક્ટરો દ્વારા આવી જ રીતે બેદરકારી રાખવામાં આવશે તો આગામી દિવસોમાં વધુ કારખાનેદારો અને કોન્ટ્રાક્ટર સામે ગુના નોંધાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News