મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં રસાકસી વચ્ચે પરિણામમાં બંને પક્ષની ટાય !


SHARE







વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની ચૂંટણી યોજાઇ હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારે રસાકસી વચ્ચે આગાઉ પાંચ બેઠક બિનહરીફ થઇ ગયેલ હતી અને સાત બેઠક માટે મતદાન થયુ હતુ જેમાંની બે બેઠક ઉપર ટાય થતા ચિઠી ખેંચીને વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને કુલ 12 બેઠકોમાંથી 6 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે બાકી 6 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આ સંઘની કુલ મળીને 12 બેઠકોમાંથી પાંચ બેઠકો અગાઉ બિનહરિફ વિજેતા જાહેર થઈ ગઈ હતી જો કે સાત બેઠકો માટે થઈને ચૂંટણીનું તા 3 ના રોજ દાણાપીઠ ખાતે આવેલ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે મતદાન યોજાયું હતું અને ત્યારબાદ તેની મત ગણતરી કરવામાં આવી હતી જેમાં સાત પૈકીની લુણસર અને જાલસીકા બે બેઠકો ઉપર ઉમેદવારો વચ્ચે ટાય થઈ હતી જેથી કરીને ચૂંટણી અધિકારી દ્વારા ચિઠ્ઠી આધારે વિજેતા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને આજરોજ જે ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં વાંકીયામાં ગુલમંહમદ ઉમરભાઈ બ્લોચ (ભાજપ), ઢુવામાં બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (કોંગ્રેસ),  માટેલમાં કાંકરેચા કાળુભાઇ મેરૂભાઈ (ભાજપ), સિંધાવદરમાં ઈસ્માઈલભાઈ મામદ પરાસરા (ભાજપ), ગારીડામાં બાદી અલીભાઇ આહમદ (કોંગ્રેસ), લુણસરમાં જયેશ છગનભાઇ વસીયાણી (ભાજપ), રસીકગઢમાં માથકીયા માહમદ આહમદ (કોંગ્રેસ), કેરાળામાં બાદી અબ્દુલરહીમ વલીમામદ (કોંગ્રેસ), કોઠારીયામાં બાદી રહીમ જીવા (કોંગ્રેસ), પ્રતાપગઢમાં જાડેજા હરદેવસિંહ દિલાવરસિંહ (કોંગ્રેસ), જાલસીકામાં કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા (ભાજપ) અને મહિકામાં પોલાભાઈ હિરાભાઈ પરમાર (ભાજપ) વિજેતા બનેલ છે






Latest News