નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત


SHARE





મોરબીના રવાપર રોડ ઉપર બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી જઈને તેના ઘેર અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત નિપજયુ હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર-૪ માં આવેલ સતવારા બોર્ડિંગની બાજુમાં રહેતા વિનોદભાઈ જીવરાજભાઈ અગેચાણીયા જાતે કોળી નામના ૪૫ વર્ષના યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતું બનાવને પગલે મૃતદેહને પીએમ માટે ખસેડ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે મૃતક વિનોદભાઈ કોળી તથા તેમના પત્ની દસેક વર્ષ પહેલાં દાજી ગયા હતા અને જે તે સમયે તેમના પત્નીનું મોત નીપજયુ હતું ત્યારબાદથી છેલ્લા દસેક વર્ષથી મૃતક વિનોદભાઇના પગે દાજી જવાના લીધે સડો રહેતો હોય અને તે અસહ્ય દુખાવાની બીમારીથી લઈને તે કંટાળી જતા તેણે તેમના ઘેર અંતિમ પગલું ભરી લીધું હતું જેના પગલે તેઓનું મોત નીપજયુ હતું.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉગાભાઇ ધીરૂભાઈ બારોટ નામના ૨૨ વર્ષના યુવાનને ઉમા ટાઉનશીપ નજીક આવેલ સ્મશાનની પાસે મારામારીના બનાવમાં ઈજા પહોંચી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા આ મારામારીના બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામના વતની કિરણભાઈ ઘનશ્યામભાઈ પટેલ નામના ૪૧ વર્ષીય યુવાનને ધાંગધ્રાના હરીપર ગામે આવેલ ભાગ્યોદય હોટલ પાસે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બનેલ તે બનાવમાં ઇજા પહોંચતા તેને અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News