નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ રોડે ગેરેજમાં ચોરી કરવા આવેલ શખ્સ રંગે હાથે પકડાયો


SHARE





મોરબીના ઘુટુ રોડે ગેરેજમાં ચોરી કરવા આવેલ શખ્સ રંગે હાથે પકડાયો

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ હોટલની બાજુમાં આવેલ ગેરેજમાં દિવાલ કૂદીને ચોરી કરવા માટે એક શખ્સ આવ્યો હતો જેને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામમાં રામજી મંદિર સામેની શેરીમાં રહેતા કુલદીપભાઈ કુંવરજીભાઈ કાલરિયા જાતે પટેલ (૨૫) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબીના પાડા પુલ નીચે રહેતા જીતુભાઈ ગોવિંદભાઈ પરમાર નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શબરી હોટલની બાજુમાં તેનું બહુચર મોટર ગેરેજ આવેલ છે આ ગેરેજની કમ્પાઉન્ડ વોલની દિવાલ કૂદીને વહેલી સવારે આ શખ્સ ચોરી કરવા માટે ગેરેજમાં ઘૂસ્યો હતો જેને પકડી લેવામાં આવ્યો હતો અને હાલમાં ગેરેજના માલિક દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી જીતુભાઇ ગોવિંદભાઈ પરમારને પકડીને તેની સામે આઇપીસી કલમ ૪૫૭ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News