માળીયા (મી)ના હરીપર ગામ પાસેથી ટ્રકની પાછળ બાઇક અથડાતાં જામનગરના વૃદ્ધનું મોત
મોરબી જીલ્લામાં શ્રમિકોની માહિતી પોલીસને ન આપનારા ૧૫ કારખાનેદાર, કોન્ટ્રાકટર અને મિલકત ધારકો સામે ફરિયાદ
SHARE
મોરબી જીલ્લામાં શ્રમિકોની માહિતી પોલીસને ન આપનારા ૧૫ કારખાનેદાર, કોન્ટ્રાકટર અને મિલકત ધારકો સામે ફરિયાદ
મોરબી જીલ્લામાં આવેલા ઉદ્યોગ તેમજ ખેતીમાં રોજગારી માટે મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો આવે છે જો કે તેનો કોઈ ડેટા કામ રાખનારા લોકો દ્વારા લેવામાં આવતો નથી જેથી કરીને ઘણી વખત ગુનાને આંજામ આપીને ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો નાશી જાય છે તેને પકડવા માટે પોલીસે દ્વારા મહેનત કરવામાં આવે તો પણ ડેટા ન હોવાથી સફળતા મળતી નથી જેથી કરીને મોરબી જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવા માટે તેમજ ભાડે રહેતા પરપ્રાંતીય ભાડુંઆતની માહિતી આપવા માટે કારખાનાના માલિક, કોન્ટ્રાક્ટર તેમજ મિલકત ધારકોને કહેવામા આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી જેથી હવે ધડોધડ ગુના નોંધવામાં આવે છે
મોરબી જિલ્લામાં લોકોની સલામતી માટે બહારથી આવતા શ્રમિકોની નોંધણી મોરબી એસયોર્ડ એપ્લીકેશનમાં કરવામાં આવે તેના માટે થઈને પોલીસ અધિકારીઓ દ્વારા વારંવાર કારખાનેદારો સહિતના લોકોને સૂચના આપવામાં આવી રહી છે તેમ છતાં પણ બહારથી મજૂરીકામમાં કરવા માટે થઈને આવતા પરપ્રાંતિય શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવતી નથી અને કોઈ મકાન કે ઓરડી ભાડે આપે તો તેની માહિતી પોલીસને આપતા નથી જેથી કરીને હવે પોલીસે આવા બેદરકાર કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો સામે ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું છે ટંકારા તાલુકાના લખધીરગઢ રોડ ઉપર આવેલ સૂર્યદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝ વાળા મહેશભાઈ કુંવરજીભાઈ દેસાઈ જાતે પટેલ (૪૮) રહે. સાધુ વાસવાની રોડ ગુંજન એવન્યુ ફ્લેટ ડી-૧૦૩ રાજકોટ વાળા સામે ગુનો નોંધાયેલ છે, મોરબી રોડ ઉપર મુરલીધર હોટલ સામે આવેલ કેસર પ્લાસ્ટિક નામના કારખાનામાં પણ કામ કરતાં મજૂરોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી કોન્ટ્રાક્ટર લાલજીભાઈ અજીતભાઈ મકવાણા (૩૩) રહે, લખધીરગઢ બાલાજી પેકની ઓરડીમાં મૂળ રહે કચ્છ વાળાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે, ટંકારા મામલતદાર ઓફિસની પાસે રહેતા અને બાંધકામ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા કાનાભાઈ નવીનભાઈ ભીલ (૩૫) ની નીચે મધ્યપ્રદેશના સાત મજૂરો કામ કરી રહ્યા છે અને તેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનને આપી ન હોવાથી હાલમાં કોન્ટ્રાક્ટરની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી આ ધરી છે
વાંકાનેરની હદમાં માટેલ રોડ ઉપર આવેલ સ્પોલો સીરામીક કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર અશોકભાઈ નારણભાઈ લુભાણી જાતે કોળી (૨૩) રહે. મોટી મોલડી તાલુકો ચોટીલા વાળાએ તેની નીચે કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લીકેશનમાં અપલોડ ન કરી હોવાથી ગુનો નોંધાયેલ છે, મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ હીરોજ કારખાનામાં કામ કરતાં કોન્ટ્રાક્ટર ભયલુખાન હબીબખાન મન્સૂરી જાતે મુસ્લિમ (૨૮) રહે. હાલ વિરોધ સિરામિક શોભેશ્વર રોડ મૂળ રહે. એમપી વાળાની નીચે કામ કરતા શ્રમિકોની માહિતી તેણે મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી આપી ન હોવાથી તેની સામે ગુનો નોંધાયેલ છે, મહેન્દ્રનગર ચોકડીથી માળીયા તરફ જવાના રસ્તા ઉપર આવેલ પટેલ નાસ્તા હાઉસમાં વેપારી દિનેશભાઈ હરજીવનભાઈ કારોલિયા જાતે પટેલ (૪૫) રહે. મહેન્દ્રનગર વાળાએ પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખ્યા છે છતાં પણ તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી નથી જેથી પોલીસે હાલમાં વેપારી સામે ગુનો નોંધ્યો છે, માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ઉમિયા પરોઠા હાઉસના વેપારી વનેશભાઈ શીવાભાઈ પરેચા જાતે પટેલ (૪૬) રહે. ઉમા ટાઉનશીપ વિનાયક બ્લોક ફ્લેટ નં- ૨૦૨ વાળાએ પોતાની ત્યાં કામે રાખેલા પરપ્રાંતીય શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હોવાથી વેપારી સામે ગુનો નોંધાયેલ છે
મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટન મીલ પાસે આવેલ હનુમાન મંદિરની બાજુમાં રહેતા સિકંદરભાઈ સુભાનભાઈ ભટ્ટી જાતે મુસ્લિમ (૨૮) એ પોતાના હવાવાળી રહેણાંક ઓરડિમાં પરપ્રાંતીય વ્યક્તિઓને મકાન ભાડે આપેલ છે જેની જાણ પોલીસને કરી ન હોવાથી તેની સામે ગુનો નોંધાયેલ છે, મોરબીના વીસીપરા મેઈન રોડ ઉપર આવેલ અન્ના સાગર મુરઘીવાળાની સામેના ભાગમાં રહેતા નીતાબેન વિજયભાઈ સુરેલા જાતે કોળી (૩૫) ના મકાનની ઓરડીઓમાં ભાડે રહેતા પરપ્રાંતીય ભાડુઆતની માહિતી પોલીસને આપી ન હોવાથી મહિલા સામે ગુનો નોંધાયેલ છે, મોરબીના બેલા ગામ પાસે આવેલ ગોડવીન સીરામીક કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર જીતેન્દ્રભાઈ લાલજીભાઈ હાડા (૨૯) હાલ રહે ગોડવીન સીરામીક મૂળ રહે મધ્યપ્રદેશ વાળાએ તેની નીચે કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હોવાથી કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયેલ છે તેવી જ રીતે ત્યાં કોન્ટ્રાક્ટ રાખનાર નગીનભાઈ નુરાભાઈ નિનામા જાતે આદિવાસી (૩૨) એ પણ તેની નીચે કામ કરતા શ્રમિકોના આઈડી પ્રૂફ લીધેલ ન હોવાથી તેની સામે પણ ગુનો નોંધાયો છે
મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ ઇમપ્લસ પોલીપ્લસટ પ્લાસ્ટકના કારખાનાની ઓરડીમા રહેતા કોન્ટ્રાક્ટર અખિલેશભાઈ સુરજદિન યાદવ જાતે આહિર (૨૨) એ તેની નીચે કામ કરતાં મજૂરોની આઇડી પ્રૂફ લીધેલ ન હોવાથી તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયેલ છે, મોરબીના લીલાપર ગામ પાસે સેવેનજા સીરામીક નામના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર અને હાલમાં ત્યાં રહેતા મૂળ એમપીના રહેવાસી હરિલાલ રામકુમાર બૈગા (૩૧) તેની નીચે કામ કરતા શ્રમિકોની માહિતી પોલીસને આપી ન હતી અને આઈડી પ્રૂફ લીધા ન હોવાથી તેની સામે ગુનો નોંધાયેલ છે, મોરબીના રફાળેશ્વર ગામ પાસે વરૂડી ચેમ્બર નજીક ખેતી કામ કરતા મયુરભાઈ હીરાભાઈ ગમારા જાતે ભરવાડ (૩૦) એ તેની નીચે કામ કરતાં શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી તેવી જ રીતે મોરબીના બેલા ગામની સીમમાં આવેલ લીજેંડ સીરામીક કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસીને હાલમાં કારખાનામાં રહેતા રમેશભાઈ કનુભાઈ રાવળ જાતે રાવળદેવ (૨૮) તેની નીચે કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હોવાથી તેની સામે ગુનો નોંધાયેલ છે









