મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના વેપારી સાથે ૨૯.૫૮ લાખની ઠગાઇ કરનારા બે ભેજાબાજની પંજાબના લુધિયાણામાંથી ધરપકડ, નાજેરિયન સહિત બેની શોધખોળ


SHARE













મોરબીના વેપારી સાથે ૨૯.૫૮ લાખની ઠગાઇ કરનારા બે ભેજાબાજની પંજાબના લુધિયાણામાંથી ધરપકડ, નાજેરિયન સહિત બેની શોધખોળ

મોરબીના વેપારી સાથે થોડા સમયે પહેલા બનાવટી પેઢી ઉભી કરી અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવીને એક્સપોર્ટ કરવાની લાલચ આપવામાં આવી હતી અને વેપારી પાસેથી લાખોની ઠગાઈ કરવામાં આવી હતી જેથી કરીને વેપારીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલ બે શખ્સોની ધરપકડ કરેલ છે અને નકલી દસ્તાવેજો, બેન્કની પાસબૂક સહિતના મુદામાલને કબજે કરેલ છે

મોરબીમાં શાર્પ કોર્પોરેશનના નામથી રો મટિરિયલ્સ અને ટાઇલ્સ ટ્રેડીંગનું કામ કરતાં વેપારી સાગરભાઈ પ્રાણજીવનભાઈ ભાડજાએ અગાઉ ૨૯.૫૮ લાખની ઠગાઇની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, પેસીફીસાઈન નેચરલ નટ્સ નામની કંપનીથી માલની ખરીદ કરવા અને વિદેશી કંપનીમાં વેચાણ કરી કમાણી કરવાની લાલચ તેને આપવામાં આવી હતી અને અલગ અલગ સમયે બેંક એકાઉન્ટમાં ૨૯.૫૮ લાખ મેળવી લઈને તેની સાથે ઠગાઇ કરવામાં આવી હતી જેથી કરીને સ્થાનિક પોલીસે અને એલસીબીની ટીમ કામ કરી રહી હતી તેવામાં ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા શર્મા એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ NCCRP પોર્ટલમાં અનેક અરજીઓ પેન્ડીંગ હોય જેથી વધુ તપાસ માટે ટીમ પંજાબ રાજ્યમાં પહોચી હતી અને લુધિયાણા ખાતે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢીના આરોપી અમાનઉલ્લામિયા ઉર્ફે રામદેવ શર્મા અશગરઅલી અબ્દુલહક્ક અન્સારી (૨૫) રહે. હાલ લુધિયાણા મૂળ નેપાળ અને મહમદફિરદોશ ઉર્ફે રમેશકુમાર મહમદઈસ્માઈલ રાજમહમદ શેખ (૩૦) રહે હાલ લુધિયાણા મૂળ બિહાર વાળા ધરપકડ કરી હતી

આ બંને શખ્સની પૂછપરછ કરતા તેને પોતાની સાચી ઓળખાણ છુપાવવા રામદેવ શર્મા અને રમેશકુમાર ખોટા નામો ધારણ કરીને બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણી કાર્ડ બનાવી પોતાનો ફોટો રાખી બનાવટી દસ્તાવેજના આધારે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી મોબાઈલ ફોન અને સીમકાર્ડ તેમજ અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવી નાણા જમા કરાવતા અને બેંકમાં છેતરપીંડી કરેલ રકમ વિડ્રો કરી રકમ રૂબરૂ અને હવાલા મારફતે દિલ્હી ખાતે અનીતા વિજયકુમારને મોકલી આપતા હોવાની કબુલાત આપી હતી અને આ કામગીરી બંને આરોપીઓ ઓસાશ નામની નાઈઝીરીયન વ્યક્તિના કહેવા મુજબ કરતા હોવાનું જણાવ્યુ છે આ ગુનામા હાલમાં અનીતા વિજયકુમાર રહે. ગુડગાવ અને ઓસાશ નામની નાઈઝીરીયન વ્યક્તિનું નામ ખુલતા તેને પકડવા તજવીજ શરૂ કરી છે

હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ બંને આરોપીઓ પાસેથી પોલીસે બનાવટી આધારકાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડના આધારે યસ બેંક, ઇન્ડિયન ઓવાર્સીસ બેંક, આઈડીએફસી ફસ્ટ, આઈ.ડી.બી.આઈ, કોટક મહિન્દ્રા, એચ ડી એફ સી, સીટી યુનિયન બેંક, કર્ણાટક બેંક, સી.એબ.બી બેંક, આર.બી.એલ બેંક, આઈડીએફસી બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એસ.વી.એસ સહિતની બેંકની પાસબૂક, ચેકબૂક મળી આવ્યા હતા જેમાં વધુમાં માહિતી આપતા પોલિસે જણાવ્યુ છે કે, બેન્કની ૨૨ પાસબૂક, ૪૦ ચેકબૂક, અલગ અલગ બેંકના ૮૬ ડેબીટ/ક્રેડીટ કાર્ડ અને ૨ ટ્રાવેલિંગ કાર્ડ, ૮ મોબાઈલ જેની કિંમત ૪૫,૦૦૦ અને અલગ અલગ નામની વ્યક્તિના આધાર કાર્ડ અને પાન કાર્ડ ૧૫ સહિતનો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો છે આ કામગીરીમાં એલસીબી પીઆઈ ડી.એમ. ઢોલ, પીએસઆઈ કે.જે. ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી. જાડેજા, ડી.વી. કાનાણી, આર.એન. ભટ્ટ તેમજ એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, વાંકાનેર સીટી, મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ જોડાયેલ હતી






Latest News