મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આજે શ્રમિકોની માહિતી ન આપનારા વધુ ૧૭ કારખાનેદાર, કોન્ટ્રાકટર અને હોટલના સંચાલકો સામે ફરિયાદ


SHARE















મોરબી જીલ્લામાં આજે શ્રમિકોની માહિતી ન આપનારા વધુ ૧૭ કારખાનેદાર, કોન્ટ્રાકટર અને હોટલના સંચાલકો સામે ફરિયાદ

મોરબી જિલ્લામાં લોકોની સલામતી માટે બહારથી આવતા શ્રમિકોની નોંધણી મોરબી એસયોર્ડ એપ્લીકેશનમાં કરવામાં આવે, મિલકત ભાડે આપે તો તેની જાણ પોલીસને કરે અને હોટલમાં આવેલા મુસાફરોની માહિતી રાખવામા આવે તેના માટે થઈને પોલીસ અધિકારીઓ દ્વારા વારંવાર કારખાનેદારો સહિતના લોકોને સૂચના આપવામાં આવી રહી છે તેમ છતાં પણ બહારથી મજૂરી કામમાં કરવા માટે થઈને આવતા પરપ્રાંતિય શ્રમિકો, ભાડુંઆત અને મુસાફરોની માહિતી લેવામાં આવતી નથી અને એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવતી નથી જેથી હવે પોલીસે આવા બેદરકાર કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો, હોટલના સંચાલકો સામે ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું છે

મોરબીના જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા હોટલના કર્મચારી ચેતનભાઇ કાળુભાઈ મકવાણા જાતે વાલ્મિકી (૧૯), મોરબીના રબાપર રોડ ઉપર આવેલ ક્રીમ પેલેસ હોટલના સંચાલક રાકેશભાઈ તુલસીભાઈ ભોજવાણી જાતે સિંધી (૩૯) રહે. વાઘપરા શેરી નં-૧૦, મોરબીના સનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે બાંધકામ સાઈટ ઉપર કામ કરતા શ્રમિકોની માહિતી ન આપવા બદલ રામજીભાઈ મોહનભાઈ ચાવડા જાતે સતવારા (૩૯) રહે. ગોકુળનગર, મોરબીના વાઘપર ગામની સીમમાં આવેલ શિવ મિનરલ કારખાનામાં કામે રાખેલા શ્રમિકોના આઈડી પ્રૂફ પોતાની પાસે રાખેલ ન હતા જેથી કારખાનેદાર દિનેશભાઈ નરભેરામભાઇ બાબરવા જાતે પટેલ (૪૧) રહે. વાઘપર, મોરબીના લીલાપર ગામ પાસે ઈંટના ભઠ્ઠામાં પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખ્યા હતા જેના આઈડી પ્રૂફ લીધેલ ન હોવાથી લીલાપર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ ચંદુલાલ પાટડીયા જાતે પ્રજાપતિ (૩૬), મોરબીના જુના ગુટુ રોડે વિકાસ સીરામીકમાં કામે રાખેલા મજૂરની માહિતી આપી ન હોવાથી કોન્ટ્રાક્ટર હેમંતકુમાર રામેશ્વરનાથ ગુપ્તા જાતે વાણીયા (૪૮), ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ અશ્વમેઘ હોટલના સંચાલકે પથિક સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી કરેલ ન હોવાથી સંચાલક દેવરાજસંગ બંનેસંગ ભાટિયા જાતે કારડીયા રાજપુત (૨૭), પીપળી નજીક આવેલ એલડોરાડો રોકસ્ટોન કંપનીમાં કામ કરતાં મજૂરની માહિતી ન આપતા કોન્ટ્રાકટર લેબાજી ખેમાજી ઠાકોર (૪૦), પીપળી ગામે આવેલ પૂજા મિનરલમાં કામ કરતાં મજૂરોની માહિતી ન આપતા કોન્ટ્રાક્ટર મનીષભાઈ રમેશભાઈ કોટડીયા જાતે પટેલ (૨૭) રહે. લજાઈએ પોલીસને માહિતી આપી ન હોય ફરિયાદો  નોંધાઈ છે

વાંકાનેર નજીક આવેલ હામબી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં મજૂરોની માહિતી ન આપતા કોન્ટ્રાક્ટર મૂળ રાજસ્થાન હાલમાં ઓઇલ મીલમાં રહેતા સોકતભાઈ રહમાનભાઈ સિંધી જાતે પઠાણ (૨૬), ઢુવા ગામની સીમ આવેલ વરમોરા રોડ ઉપર સિગ્નેચર સીરામીકમાં કામ રાખનાર કોન્ટ્રાક્ટરે માહિતી ન આપતા દેવરાજભાઈ હરિલાલ પરમાર (૨૬), રહે. મકનસર વાળાની સામે ગુનો નોંધાયેલ છે ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામે રહેતા ખેડૂત જોધાભાઈ વાલાભાઈ ઝાપડા જાતે ભરવાડ (૪૫) એ વાડીના મજૂરની માહિતી ન આઈ હોવાથી, ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ હુસેની પોટ્ર્રરી ફાર્મમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોની માહિતી ન આપતા ઉસ્માનભાઈ વલ્લીભાઈ બાદી જાતે મોમીન (૫૩) રહે. અમરાપર, ટંકારાના લતીપર રોડે ભંગારના ડેલામાં કામ કરતા શ્રમિકોની માહિતી ન આપતા ભંગારના વેપારી સાવરલાલ હરજીરામ ગુર્જર (૨૭) રહે. હાલ સરદારનગર ટંકારા મૂળ રાજસ્થાન, માળિયા જામનગર હાઇવે રોડે સિવાયા એગ્રીકોમ એલએલપીમાં કામ કરતાં મજૂરોની માહિતી ન આપતા સુપરવાઇઝર વિરલભાઈ જયેશભાઈ માનસરા જાતે પટેલ (૧૯), માળીયા મીયાણાના ખાખરેચી ગામની સીમમાં આવેલ વાઈટ ટોન માઈક્રોન નામના કારખાનામાં કામ કરતાં મજૂરોની માહિતી ન આપતા કોન્ટ્રાક્ટર લલીતભાઈ હરજીવનભાઈ ફેફર જાતે પટેલ (૪૨) અને હળવદ જીઆઇડીસીમાં આવેલ લક્ષ્મી ગવાર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતાં મજૂરોની માહિતી ન આપતા કોન્ટ્રાક્ટર ઋષિકેશસિંગ બદ્રીનાથ ઠાકોર જાતે રાજપૂત (૩૧) સામે જાહેરનામા ભાંગના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News