મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જેતપર રોડ પીપળી નજીક ડબલ સવારી એકટીવાને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટ લેતા એકનું મોત, એકને ઇજા


SHARE















મોરબી જેતપર રોડ પીપળી નજીક ડબલ સવારી એકટીવાને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટ લેતા એકનું મોત, એકને ઇજા

મોરબીના સામાકાંઠે જેતપર પીપળી રોડ ઉપર પીપળી નજીક આવેલ મામા કાંટાથી આગળ પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જતા એકટીવાને અજાણ્યા ટ્રક ચાલાકે મોડી રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં હડફેટે લેતા બે નેપાળીઓને ઇજાઓ પહોંચી હતી જે પૈકી એકનું મોત નીપજયુ હતું અને એકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો બાદમાં ભોગ બનેલ નેપાળી યુવાને અજાણ્યા ટ્રક ચાલકની સામે હાલમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

ઉપરોકત બનાવ અંગે શ્રીપદમ બાલે બહાદુર જાતે લામીછાને ઉર્ફે પ્રકાશ નેપાલી (ઉ.વ.૨૩) ધંધો ઇંડાની કેબીનમાં નોકરી રહે.હાલ બેલા ગામની સીમ બેલાથી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર આવેલ પોલો સર્કલ પાસે કિસ્મત નામની દુકાનમાં તા.જી. મોરબી મુળ રહે.તાતાપાની નગરપાલીકા પંચપુરી વોર્ડ નંબર-૧૦ જી.સુરકીત કર્ણાલીપ્રદેશ નેપાળ વાળાએ તાલુકા પોલીસ મથકે કોઇ અજાણ્યા ટ્રક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા જણાવેલ છેકે અજાણ્યા ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક મોરબી-જેતપર હાઇવે રોડ પીપળી ગામથી આગળ નાઇરાના પેટ્રોલ પંપની સામે રોડ ઉંપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે જેતપર તરફથી ચલાવીને આગળ જતા ફરીયાદી શ્રીપદમ બાલે બહાદુર જાતે લામીછાનેના હવાલાના બ્લેક કલરના નંબર પ્લેટ વગરના એકટીવાને પાછળના ભાગે ઠોકર મારી એકસીડન્ટ કર્યુ હતુ જેમા ફરીયાદી શ્રીપદમને જમણા હાથના કલાઇના ભાગે તથા પગના પંજાના ભાગે સામાન્ય ઇજા કરી હતી અને એકટીવાની પાછળ બેઠેલ હરક પ્રેમભાઇ સોની (તીરૂવા) જાતે થાપા ઉર્ફે હરીશ નેપાલી (ઉ.વ.૨૮) રહે.હાલ ઉમા ટાઉનશીપ મોરબી-૨ મુળ રહે.વ્યવસ્થીતનગર નગરપાલીકા લમકી યુવાનગર જી.કૈલાલી નેપાળને ગુપ્ત ભાગે ગંભીર ઇજા તથા ડાબા પગમાં ઢીંચણના નીચીના ભાગે ગંભીર મુઢ ઇજા પહોંચાડતા ટુંકી સારવાર દરમ્યાન હરક પ્રેમભાઇ સોનીનું મોત નીપજાવીને ટ્રક ચાલક પોતાના હવાલા વાળો ટ્રક સ્થળ ઉપરથી લઇને નાશી છુટયો હતો.હાલ ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ દ્વારા અકસ્માત સર્જીને ભાગી છુટેલા ટ્રક ચાલકને શોધવા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

યુવાન સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલની પાસે આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા વિમલભાઈ નરભેરામભાઈ પટેલ નામના ૪૨ વર્ષના યુવાનને તેના ઘરે મચ્છર મારવાના હીટ સ્પ્રેની અસર થતા સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ કરી હતી.જ્યારે મોરબીની પારેખ શેરીમાં રહેતા ભદ્રેશભાઈ પ્રવીણભાઈ રાણપરા નામના ૩૭ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભદ્રેશ રાણપરા મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ જૂની એચડીએફસી બેન્કની પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા તેને ઈજા પહોંચતા સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.

અજાણ્યો યુવાન સારવારમાં

મોરબીના નવા બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક આશરે ૨૨ વર્ષના અજાણ્યા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે નવા બસ સ્ટેશન ખાતેથી અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ સત્તાવાળાઓએ જાણ કરતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News