મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ
Breaking news
Morbi Today

હળવદ-મોરબી રોડે ઉપરથી ૪૪૫૨ બોટલ દારૂ ભરેલ મેટાડોર પકડાયુ, આરોપીઓ હવે શોધવાના


SHARE











હળવદ-મોરબી રોડે ઉપરથી ૪૪૫૨ બોટલ દારૂ ભરેલ મેટાડોર પકડાયુ, આરોપીઓ હવે શોધવાના

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ-મોરબી રોડ ઉપરથી પોલીસ રેડ કરીને ૪૪૫૨ બોટલ વિદેશી દારૂ ભરેલ બંધ બોડીનું મેટાડર પકડી પાડયુ હતુ. જોકે મેટાડોર બિનવારથી હાલતમાં મળ્યું હોય હાલ વાહનના ચાલક સામે ગુનો નોંધી માલ મોકલનાર, માલ મંગાવનાર અને લાવનારને હવે શોધવામાં આવશે.હાલ રૂા.૧૯,૧૬,૧૬૦ ની કિંમતનો દારૂ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂા.૨૪,૧૬,૧૬૦ નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો છે.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તેઓના વિસ્તારમાં સતત દારૂ અને જુગાર ઉપર કડકપણે પગલાં લેવામાં આવેલ તેવી મોરબી જિલ્લા પોલીસવડાને સૂચના કરવામાં આવેલ હોય મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા આ અંગે પોતાના સ્ટાફને સતર્ક રહેવા જણાવ્યું હતું જેથી કરીને એલસીબીના પી.આઈ ડી.એમ.ઢોલ દ્વારા પોતાના સ્ટાફને સતત વોચમાં રહેવા અને દારૂ-જુગારના કવોલેટી કેસ કરવા માટે સુચના આપવામાં આવી હોય દરમિયાનમાં એલસીબીના પીએસઆઇ કે.જે.ચૌહાણ તેમજ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાનમાં સ્ટાફના સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમભાઇ કુસીયા, તેજશકુમાર વીજાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ-મોરબી રોડ, સાંદીપની પેટ્રોલ પંપની સામે રોડ ઉપર એક મીની મેટાડોર જેવો ટ્રક નંબર જીજે ૬ એકસએકસ ૯૦૨૦ બંધ બોડીનું કન્ટેનર ઉભુ છે, જે કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તે ચોકકસ બાતમીને આધારે તે જગ્યાએ રેઇડ કરતા ટ્રકમાંથી ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી નંગ ૬૧૨ રૂા.૩,૬૭,૨૦૦, મેકડોવેલ્સ નંબર-૧ કલેશન વ્હીસ્કી બોટલો નંગ ૧૭૫૨ રૂા.૬,૫૭,૦૦૦, મેઝીક મોમેન્ટ ગ્રીન એપલ ફલેવર વોડકા બોટલો નંગ ૧૦૨૦ રૂા.૩,૩૬,૬૦૦ અને રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી બોટલો નંગ ૧૦૬૮ રૂા.૫,૫૫,૩૬૦ એમ કુલ ૪૪૫૨ બોટલો કિંમત રૂા.૧૯,૧૬,૧૬૦ તથા મીની ટાટા ટ્રક નંબર જીજે ૬ એકસએકસ ૯૦૨૦ રૂા.૫,૦૦,૦૦૦ તથા અન્ય મુદામાલ એમ કુલ મળીને રૂા.૨૪,૧૬,૧૬૦૦ ની મતા સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવી હતી અને તે અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોધવામાં આવેલ છે. હાલ વાહન બિનવારસી હાલતમાં મળી આવેલ હોય વાહનના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ માલ મોકલનાર અને મંગાવનારને શોધવા માટે આગળ પોલીસે તપાસ હાથ ધરેલ છે.રેડની આ કામગીરી એલસીબી ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News