વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદ નજીક બોલેરોના ચાલકે બાઇકને ટક્કર મારતા દંપતી ખંડિત: મહિલાનું મોત, પતિ સારવારમાં


SHARE











હળવદ નજીક બોલેરોના ચાલકે બાઇકને ટક્કર મારતા દંપતી ખંડિત: મહિલાનું મોત, પતિ સારવારમાં

હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર માર્કેટયાર્ડથી આગળના ભાગમાં જેટકોના સબ સ્ટેશન પાસે બોલેરોના ચાલકે ડબલ સવારી બાઇકને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ દંપતિ રસ્તા ઉપર નીચે પટકાતા મહિલાને કપાળે અને પેટના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને તેના પતિને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવવામાં મૃતક મહિલાના દીકરાની ફરિયાદ લઈને બોલેરોના ચાલક સામે ગુનો નોંધી હળવદ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા રાયસંગભાઈ સવસીભાઈ સીપરા અને તેના પત્ની જયાબેન રાયસંગભાઈ સિપરા બાઈક ઉપર હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ માર્કેટયાર્ડથી આગળના ભાગમાં જેટકોના સબ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડી નંબર એમએચ ૫ એઝેડ ૦૦૯૦ ના ચાલકે પાછળથી રાયસંગભાઈના બાઇકને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે રાયસંગભાઈ તથા જયાબેન રસ્તા ઉપર નીચે પટકાતા જયાબેનને કપાળ અને પેટના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને રાયસંગભાઈને હાથે, પગે અને માથામાં ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક જયાબેનના દીકરા રજનીભાઈ રાયસંગભાઈ સીપરા જાતે કોળી (૨૧) રહે રાણેકપર તાલુકો હળવદ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News