મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના રાપર ગામે નદીમાંથી રેતી ચોરી મુદે એકની ધરપકડ


SHARE





મોરબીના રાપર ગામે નદીમાંથી રેતી ચોરી મુદદે એકની ધરપકડ

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના રાપર ગામે ઘોડાદ્રો નદી પાસેથી થોડા દિવસો પહેલા રૂા.૧૫ લાખની કિંમતનું નદીમાંથી રેતી કાઢવાનું મશીન જપ્ત કરી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસ દ્વારા એકની ધરપકડ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર એમ.આર.ગોજીયા તથા સ્ટાફ દ્વારા થોડા દિવસો પહેલા મોરબી તાલુકાના રાપર ગામે ઘોડાદ્રો નદી પાસેથી વિપુલ શાંતિલાલ નિમાવત રહે. સિટી પેલેસ એપાર્ટમેન્ટ મોરબી વાળાની માલીકીનું રૂા.૧૫ લાખની કિંમતનું એસ્કેવેટર મશીન જપ્ત કર્યું હતું અને તાલુકા પોલીસ હવાલે કર્યુ હતુ.પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નદીમાંથી રેતી કાઢવા માટે આ મશીન ઉપયોગમાં લેવામાં આવતું હોય છે અને તેની જપ્તી કરવામાં આવી છે અને દંડ વસૂલવા માટે તેને હાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ મોરબી તાલુકા પોલીસ હવાલે કર્યુ હતુ.આ અંગે તાલુકા પોલીસ મથક ખાતે ખનીજ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતે હાલમાં તાલુકા પીએસઆઇ એસ.એમ.સગારકા દ્વારા ખનીજ ચોરીના ઉપરોકત ગુનામાં વિપુલ શાંતિલાલ નિમાવત (ઉમર ૪૫) રહે. સિટી પેલેસ એપાર્ટમેન્ટ શક્તિ પ્લોટ શેરી નંબર-૬ શનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર એમ.આર.ગોજીયા દ્વારા મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસેથી બિનઅધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં ડમ્પર નંબર જીજે ૧૨ બીવી ૫૧૧૭ ને અટકાવવામાં આવ્યું હતું અને તેના ચાલક પરબત લાખા રબારી રહે.ચાદરાણી અંજાર (કચ્છ) ને દંડ વસુલવા મેમો ફટકાર્યો હતો.




Latest News