મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મજૂરોની પોલીસને માહિતી ન આપતા વધુ ૬ સામે ગુના નોંધાયા


SHARE











મોરબી જીલ્લામાં મજૂરોની પોલીસને માહિતી ન આપતા વધુ ૬ સામે ગુના નોંધાયા

મોરબી જીલ્લામાં કામ કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેના માણસોની માહિતી પોલીસની ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવતી નથી જેથી કરીને પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવી રહ્યા છે તેવી જ રીતે આજે કોન્ટ્રાક્ટરો સહિત વધૂ ૬ સામે ગુના નોંધાયેલ છે

વાંકાનેર નજીક આવેલ ભોજપરા પાસે આવેલ સુપ્રીમ રિફેક્ટરીઝ નામના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરે તેની નીચે કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોનો આધાર પુરાવા લીધા ન હતા અને પોલીસની ઓનલાઇન એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરી ન હતી જેથી કરીને કોન્ટ્રાક્ટર ધરમશીભાઈ છન્નાભાઈ વીંજવાડીયા જાતે કોળી (૩૫) રહે. મોટા ભોજપરા વાળા વાળાની સામે ગુનો નોંધાયો છે માળિયા કચ્છ હાઇવે ઉપર હરીપર ગામની ગોળાઈ નજીક હુશેની હોટલની સામેના ભાગમાં આવેલ હીરવા કોર્પોરેશન નામના કારખાનામાં કોન્ટેક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરે ઓનલાઈન એપલીકેશનમાં તેની નીચે કામ કરતા શ્રમિકોની માહિતી અપલોડ કરી ન હોવાથી કોન્ટ્રાક્ટર જશુભાઈ પરબતભાઈ વાઢેર જાતે આહિર (૨૫) રહે. હાલ હરીપર મૂળ રહે લોઢવાતાલુકો સુત્રાપાડા વાળાની સામે ગુનો નોંધાયો છે ટંકારાની છત્તર જીઆઇડીસીમા બાંધકામ ભરાઈનો કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાક્ટરે તેની નીચે કામ કરતાં શ્રમિકોની માહિતી ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરી ન હોવાથી જેથી કરીને કોન્ટ્રાક્ટર અશોકભાઈ બેચરભાઈ મેરા જાતે પટેલ (૫૦) રહે. મીતાણા વાળા સામે ગુનો નોંધાયો છે ટંકારાની લજાઈ ચોકડીથી હડમતીયા તરફ જવાના રસ્તા ઉપર આવેલ બોસ મંડપ સર્વિસમાં કામ કરતાં મજૂરોના આઈડી પ્રૂફ લીધા ન હતા અને ઓનલાઇન એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરી ન હોવાથી મંડપ સર્વિસના સંચાલક અનિલભાઈ નાથુરામ મેઘવાલ (૨૪) રહે. હાલ લાલપર સીરામીક સીટી મૂળ રહે. હિંમતનગર વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે માળીયા મીયાણાના વર્ષામેડી ગામ પાસે આવેલ ગુરુકૃપા કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોની માહિતી ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરી ન હોવાથી કારખાનાના સુપરવાઈઝર ગુલમામદભાઈ આરબભાઈ જત જાતે મુસ્લિમ (૪૫) રહે. વર્ષામેડી વાળા સામે ગુનો નોંધાયો છે વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં પરપ્રાંતીય શ્રમિકોની માહિતી ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરી ન હોવાથી કારખાનાના મેનેજર કલ્પેશભાઈ દેવરાજભાઈ પાટડીયા જાતે કોળી (૩૦) રહે. નવાપરા વાંકાનેર વાળાની સામે ગુનો નોંધાયેલ છે






Latest News