મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીના હજનારી પાસે ધૂળના ઢગલામાં બોલેરો ચડી જતા ચારને ઇજા થતાં સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીના હજનારી પાસે ધૂળના ઢગલામાં બોલેરો ચડી જતા ચારને ઇજા થતાં સારવારમાં ખસેડાયા

મોરબી તાલુકાના હજનાળી ગામ પાસે આવેલ પુલ નજીક બોલેરો કાર ઢુળના ઢગલા ઉપર ચડી જવાથી કારમાં સવાર જામનગરના સિક્કાના ચાર લોકોને ઇજા પહોંચતા સારવારમાં સિવિલે ખસેડાયા હતા.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જામનગર હાઇવે ઉપર આવેલ હજનાળી ગામના પુલ પાસે બોલેરો રોડ સાઈડમાં આવેલ ધૂળના ઢગલા ઉપર ચડી ગઈ હતી અને જેના લીધે અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં જામનગર જિલ્લાના સિક્કાના રહેવાસી જુનાસ મામદભાઇ ચામડીયા (૫૦), હુસેનાબેન જુનાસભાઇ ચામડીયા (૩૫), અબ્બાસ મામદભાઇ ચામડીયા (૫૦) અને રહેમતબેન જુનાસભાઈ ચામડીયા (૪૦) ને ઇજાઓ પહોંચતા અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા જેથી બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમા

મોરબી તાલુકાના અણીયારી ગામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર ગામ પાસે આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસેથી બાઈક લઈને જતા હરજીવન દેવજીભાઈ ગડેશીયા નામના ૩૫ વર્ષના યુવાનનું બાઈક જેતપર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક અકસ્માતે સ્લિપ થઈ જતા ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે અંગે નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામના રહેવાસી મહિલાને વાહન અકસ્માતમાં ઈજા થતા અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામના વતની દીપાબેન કિશોરભાઈ સાવલિયા નામના ૪૨ વર્ષીય મહિલા મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં પતિ સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માતે તેઓ પડી જતા ઇજાગ્રસ્ત થતા અત્રેની મારૂતિ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હાલ બનાવ અંગે તાલુકા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.






Latest News