મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો


SHARE











મોરબીના લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા છઠ્ઠો નેત્રયજ્ઞ સેવા કેમ્પ યોજાયો હતો.રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ-રાજકોટ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આયોજીત વિનામૂલ્યે આ નેત્રયજ્ઞ સેવા કેમ્પ કરવામાં આવ્યો જેમાં આશરે ૧૨૦ વ્યક્તિઓને તપાસ્યા હતા તેમાંથી ૩૫ વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.હાલ સુધીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૩૦૦ જેટલી વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે.મોતિયાના ઓપરેશનમાં ગયેલ દર્દીએ પોતાના રિવ્યુમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા સારવાર અને જમવા રહેવાની વ્યવસ્થા બાબતે ખુબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો.

કેમ્પમાં લાયન્સ ઇન્ટરનેશનલ  સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ લા.ભીખાભાઈ લોરિયા, લા.અમરસીભાઈ અમૃતિયા, પ્રોજેક્ટ ચેરમેન લા.પ્રાણજીવનભાઈ રંગપરીયા, લા.મણિલાલ કાવર, લા.રશ્મિકાબેન રૂપાલા, લા.નાનજીભાઈ મોરડિયા, લા.મહાદેવભાઈ ચીખલિયા તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સભ્યોમાં લા.ધનજીભાઈ નાયકપરા અને લા.મણિભાઈ કાવર દ્વારા નેત્રયજ્ઞ સેવા કેમ્પમાં દાતા તરીકે પોતાનું આર્થિક યોગદાન જાહેર કરતા સર્વે ઊપસ્થિત લોકોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરેલ સાથે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ આ પ્રોજેકટને સફળ બનાવવા લાયન્સ અને લિયો કલબ મોરબી સીટીના મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવેલ.વિનામૂલ્યે નેત્રયજ્ઞ  કેમ્પનું સંચાલન ખજાનચી ત્રિભોવનભાઈ ફૂલતરિયાએ કર્યું હતું તેમ પ્રમુખે યાદીમાં જણાવેલ છે.






Latest News