મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ઢોરના વાડામાંથી ૧૦૧ અને ઘરમાંથી ૨૭ બોટલ દારૂ કબજે: એક આરોપી પકડાયો, બેની શોધખોળ


SHARE













 

મોરબીના શનાળા ગામે ઢોરના વાડામાંથી ૧૦૧ અને ઘરમાંથી ૨૭ બોટલ દારૂ કબજે: એક આરોપી પકડાયો, બેની શોધખોળ

મોરબીના શકત શનાળા ગામ ઢોર બાંધવાના વાડામા તેમજ ઘરમાં જુદીજુદી ઈંગ્લીશ દારૂની બે રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે કુલ મળીને ૧૨૮ બોટલ દારૂ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી જો કે, બે શખ્સોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

મોરબી એ ડીવીજનના પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે હિતેષભાઇ ચાવડા તથા તેજાભાઇ ગરચરને ખાનગી રાહે હકિકત મળી હતી કે, હર્ષદ ઉર્ફે શૈલેષ ધનજીભાઈ ખાંભલા રહે. શકત શનાળા ગામ વાળો પોતાના ઢોર બાંધવાના વાડામા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે વાડામાં આરોપી હાજર મળેલ ન હતો જો કે, વાડામાથી ઢોરને ખવડાવવાના મગફળીના પાનામાથી ઇગ્લીશ દારૂની જુદીજુદી બ્રાન્ડની ૧૦૧ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧,૩૮,૬૪૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી હર્ષદ ઉર્ફે શૈલેષ ધનજીભાઈ ખાંભલા રહે. શકત શનાળા વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

૨૭ બોટલ દારૂ
મોરબીના શનાળા ગામે સાંઈબાબા ચોક પાસે રહેતા મહિપતસિંહ ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધરે તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૨૭ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૨૩૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી મહીપતભાઈ ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા (૩૦) રહે, શનાળા સાંઈબાબા ચોક વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે. વાવડી રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ
મોરબીના પટેલ કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ભવાની સોડા વાળી શેરીમાંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ભરત અવચરભાઈ ડાભી જાતે દલવાડી (૩૫) રહે. વાવડી રોડ ગણેશ નગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News