મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ખુટીયા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત: બાઇક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીના શનાળા રોડે ખુટીયા સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત: બાઇક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીમાં નાસ્તો કરવા માટે આવેલા બે યુવાન શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસેથી જતાં હતા ત્યારે તેઓના બાઈકની આડે ખુટિયો ઉતરતા બાઇક ખુટીયાની સામે અથડાયું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઇજા થઈ હતી અને બે પૈકીના પાછળ બેઠેલા યુવાને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ હાલમાં બાઈક ચાલકની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે શક્તિપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અવચરભાઈ સાલાણી જાતે કોળી (૩૮)એ હાલમાં મોરબી શહેરમાં સર્કિટ હાઉસ સામે આવેલ મફતીયા પરામાં રહેતા સાહિલ જાહીરભાઈ નારેજાની સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના ગામે રહેતા શેખુભાઈ ભુપતભાઈ વાઘેલાએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે તેના દીકરાનું એક્સિડન્ટ થયું છે અને તેને માથામાં વાગી ગયું હોવાથી તેને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા છે જેથી તેઓ પોતાની પત્ની અને ભાઈ સાથે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ત્યાં શેખુભાઈ ભુપતભાઈએ તેને જણાવ્યું હતું કે, તેઓ અલગ અલગ બાઈક લઈને મોરબીમાં નાસ્તો કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યારે તેનો દીકરો અજય દિનેશભાઈ સાલાણી (૧૭) સાહિલ નારેજાના બાઈકમાં પાછળના ભાગે બેઠો હતો અને મોરબીના નવા બસ સ્ટેશન પાસેથી ગાંધી ચોક તરફ તેઓ બાઈક લઈને આવતા હતા ત્યારે તેઓના બાઇક આડે ખુટિયો ઉતર્યો હતો જેથી સાહિલનું બાઇકએ ખુટિયા સાથે અથડાયું હતું અને પાછળ બેઠેલ અજય ફૂટપાથને થાંભલા સાથે અથડાતા તેને માથામાં ગંભીર થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને રીક્ષામાં બેસાડીને સારવાર માટે હોસ્પિટલો લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અજયને અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન અજય સાલાણીનું મોત નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના પિતા દ્વારા હાલમાં સાહિલ જાહીરભાઈ નારેજાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ તજવીજ શરૂ કરેલ છે




Latest News