ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં હદયમાં કાણું ધરાવતા બાળકનું વિના મૂલ્યે સફળ ઓપરેશન કરાયું


SHARE







મોરબીમાં હદયમાં કાણું ધરાવતા બાળકનું વિના મૂલ્યે સફળ ઓપરેશન કરાયું

જન્મથી જ હદયમાં કાણું (congenital heart disease) ધરાવતા બાળક પંક્તિ ભાવીનભાઈ પંચોલીનું મોરબી તાલુકાની આરબીએસકે ટિમ દ્વારા સફળ ઓપરેશન વિના મૂલ્યે કરાવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આરબીએસકે ટીમના મેડિકલ ઓફિસર ડો. ભુમિકા એ. સુચક તથા ડો. પ્રકાશ દલવાડી દ્વારા બાળકના ઘરે જઈને સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું જેમાં બાળકને હ્રદયરોગ હોવાની જાણ થતાં રીફર કાર્ડ ભરી તથા જિલ્લામાં મંજૂરી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સનું માગૅદશૅન આપ્યું હતું અને અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતું જેમાં બાળકનું આરબીએસકે કાડૅ અંતર્ગત વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે આ સારવારનો પ્રાઈવેટ હોસ્પિટલમાં ૩થી ૪ લાખ જેટલો ખર્ચ આવે છે. અને બાળકનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોય વિનામૂલ્યે સારવાર, યોગ્ય સમયે માગૅદશૅન તથા રેફરલ સર્વિસ આપવા માટે ડો. ભુમિકા સુચક તથા ડો. પ્રકાશ દલવાડીનો આભાર માન્યો હતો




Latest News