મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી-માળીયા અને રાજકોટના બિલેશ્વર સુધી રેલવેની ઇલેક્ટ્રિક સિંગલ લાઇન તૈયાર: અધિકારી


SHARE





મોરબીના નવલખી-માળીયા અને રાજકોટના બિલેશ્વર સુધી રેલવેની ઇલેક્ટ્રિક સિંગલ લાઇન તૈયાર: અધિકારી

મોરબી જીલ્લામાં રેલવેના ટ્રેક ઉપર ડીઝલ એન્જિન વાળી ગાડી તો છેલ્લા ઘણા વર્ષોથી દોડી રહી છે જો કે, ઇલેક્ટ્રિક રેલવે એન્જિન દોડાવવા માટે છેલ્લા ઘણા સમયથી કામ ચાલુ હતું અને તે કામ પૂરું થઈ ગયું છે ત્યારે ગત ૧૦ માં માહિનામાં મોરબીના રેલ્વે સ્ટેશને પ્રથમ વખત રેલ્વે ટ્રેક ઉપર ઇલેક્ટ્રિક રેલવે એન્જિન દોડાવીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હાલમાં મળતી માહિતી મુજબ આજની તારીખે મોરબી જિલ્લાના નવલખી, માળીયા અને રાજકોટના બિલેશ્વર જંકશન સુધી ઇલેક્ટ્રિક રેલવે સિંગલ લાઇનનું કામ પૂરુ થઈ ગયું છે જેથી ઇલેક્ટ્રિક  એન્જિન પણ રેલ્વે ટ્રેક ઉપર દોડશે

મોરબી જીલ્લામાં નવલખી બંદર સુધી અને માળીયા થઈને કચ્છ સુધી ઈલેક્ટ્રિક ટ્રેન દોડાવાનું લક્ષાંક નક્કી કરીને છેલ્લા ઘણા સમયથી રેલ્વે વિભાગ દ્વારા કામ કરવામાં આવી રહયું હતું દરમ્યાન સુરેન્દ્રનગરથી મોરબી સુધી રેલ્વે ટ્રેકનું કામ ગત ૧૦ માં માહિનામાં પૂરું થઈ ગયું હતું જેથી કરીને તેના નિરીક્ષણ માટેનું આયોજન કરવામાં ત્યારે કરવામાં આવ્યું હતું અને સુરેન્દ્રનગરથી મોરબી ઇલેક્ટ્રિક રેલવે એન્જિન આવ્યું હતું અને ત્યારે આ એન્જિનને ૧૧૦ની સ્પીડે દોડાવવામાં આવ્યું હતું હાલમાં મળતી માહિતી મુજબ અમદાવાદથી મોરબી જિલ્લાના નવલખી, માળીયા અને રાજકોટના બિલેશ્વર જંકશન સુધી ઇલેક્ટ્રિક રેલવે સિંગલ લાઇનનું કામ પૂરુ થઈ ગયું છે જેથી કરીને ઇલેક્ટ્રિકના અધિકારી અજયકુમાર, સેફ્ટી એક્સપર્ટ એચ.એ. જુણેજા, વિકાસ ગુપ્તા, જે.કે. મંગલ, એ.કે. સિંઘ, ફુલચંદ્રભાઈ અને તેજપાલભાઈ સહિતના અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રિક રેલ્વે ટ્રેકનું નિરીક્ષણ કરીને ટ્રેનને દોડાવવામાં આવી હતી ત્યારે અધિકારીઓએ જણાવ્યુ હતું કેપહેલા કોલસાની ટ્રેન ચાલતી હતી જેથી પર્યાવરણને નુકશાન થતું હતું ત્યાર બાદ રેલવેમાં ડીઝલ એન્જિનથી ગાડીઓ દોડાવવામાં આવી રહી છે જેના લીધે વિદેશથી ક્રૂડ મંગાવવામાં આવતા દેશનો રૂપિયો બહાર જાય છે જેથી કરીને હવે ઇલેક્ટ્રિક રેલવે એન્જિનની મદદથી ટ્રેન દોડશે તેનાથી પર્યાવરણ અને દેશ બંનેને ફાયદો થશે




Latest News