મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડીથી સરતાનપર સુધીના હાઈવે ઉપર હાઇવેની અયોગ્ય ડિઝાઇન અંગે પુનઃ સર્વે કરવા ઊઠી લોકમાંગ


SHARE













મોરબીના ટીંબડીથી સરતાનપર સુધીના હાઈવે ઉપર હાઇવેની અયોગ્ય ડિઝાઇન અંગે પુનઃ સર્વે કરવા ઊઠી લોકમાંગ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર છાશવારે વાહન અકસ્માતોના બનાવો બને છે જેમાં ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ પહોંચેલ હોય છે અને અનેક કિસ્સાઓમાં લોકોના જીવ પણ જતા હોય છે.અત્રે નોંધનીય છે કે મોરબીના ટીંબડી ગામથી વાંકાનેરના વઘાસીયા ટોલનાકા સુધીના હાઇવે ઉપર હાઈવેની બંને તરફ લોખંડની ગ્રીલ લગાવેલ ન હોય તેમજ રોડ ક્રોસ કરવા માટે રોંગ સાઈડમાં જઈને નીકળવું પડતું હોવાના લીધે આ અકસ્માતો બને છે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ અથવા એસપી દ્વારા આ અંગે હાઇવે ઓથોરિટીને સર્વે કરી યોગ્ય કરવા માટે જણાવવું જોઈએ કારણકે હાઇવેમાં ઉપરથી આવતા ભારે વાહનો પૂર ઝડપે આવતા હોય છે અને એક રોડ ઉપરથી બીજા રોડ ઉપર જવા માટે નાના વાહન ચાલકોએ રોંગ સાઈડમાં જવું પડતું હોય તે પ્રકારની હાઈવેની અણધડ ડિઝાઇન હોવાના લીધે આ વાહન અકસ્માતોની સંખ્યા વધી રહી છે માટે આ વિસ્તારમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય સર્વે કરાવવામાં આવે અને હાઇવેની યોગ્ય ડિઝાઈન બનાવવામાં આવે તેમજ બીન જરૂરી ગેપના બદલે એક ગામથી બીજા ગામ સુધી હાઇવે પેક કરીને ગામ આવે ત્યાં સર્કલ બનાવવામાં આવે તો જ અકસ્માતોની સંખ્યા ઘટે તેમ છે માટે ટીંબડીથી વઘાસીયા સુધીના હાઇવેનો સર્વે કરાવી યોગ્ય કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

મોરબીના ટીંબડી ગામથી લઈને વાંકાનેરના વઘાસીયા ગામ સુધીમાં હાઇવેની બંને તરફ આશરે ૨૦૦ જેટલા નાના-મોટા કારખાનાઓ આવેલા છે જેમાં હજારો લોકો દરોજ કામકાજ કરતા હોય દરરોજ હાઇવે ઉપરથી નીકળવાનું થાય છે.પરંતુ હાઈવેની અયોગ્ય ડિઝાઈનના લીધે લોકોએ રોંગ સાઈડમાં જઈને નીકળવું પડતું હોવાના લીધે અકસ્માતોની સંખ્યા વધી રહી છે મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબજી ગામથી લઈને વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ સુધી આ અકસ્માત બનાવો વધી રહ્યા છે કારણકે ટીંબડીથી લઈને વઘાસીયા સુધી હાઇવે રોડની બંને તરફ નાના-મોટા ૨૦૦૦ જેટલા કારખાનાઓ આવેલા છે.જેમાં હજારો લોકો મજૂરી કામે સવારે અને સાંજે નીકળતા હોય છે અને આ હાઇવે ઉપરથી તેઓએ પસાર થવું પડતું હોય છે. પરંતુ હાઇવેના એક રસ્તા ઉપરથી બીજા રસ્તા ઉપર જવા માટે નાના વાહન ચાલકોએ રોંગ સાઈડમાંથી પસાર થવું પડે છે..! (જીવના જોખમે) જ્યારે ઉપરથી આવતા ભારે વાહનો પૂર ઝડપે આવતા હોવાના લીધે અનેક વખત અકસ્માતો સર્જાય છે જેમાં લોકોએ જીવ ગુમાવવા પડે છે માટે ટીંબડીથી લઈને વઘાસીયા સુધીના હાઇવે રસ્તાના બંને તરફ લોખંડની ગ્રીલ ફીટ કરવામાં આવે તેમજ રોંગ સાઈડમાં જવાના જે ગેપ છે તે બંધ કરીને એક ગામથી બીજા ગામ સુધી હાઇવે પેક કર્યા બાદ જે તે ગામ પાસે સર્કલ બનાવવામાં આવે અને ત્યાંથી જ બીજા રોડ ઉપર જઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ તે મુજબનો સર્વે હાઇવે ઓથોરિટી દ્વારા કરીને યોગ્ય પગલા ભરવામાં આવે તે જરૂરી બન્યું છે માટે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અથવા તો જિલ્લા પોલીસવડા દ્વારા આ અંગે હાઇવે ઓથોરિટી સાથે કન્સલ્ટ કરવામાં આવે અને હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય સર્વે કરીને જરૂરી સુધારા વધારા કરવામાં આવે તો જ અકસ્માતોની સંખ્યા ઘટી શકે તેમ છે






Latest News