મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પેડક સોસાયટીમાં ગાળો બોલવાની ના કહેતા બે યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE





વાંકાનેરમાં પેડક સોસાયટીમાં ગાળો બોલવાની ના કહેતા બે યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં પેડક સોસાયટી ગીતા વિદ્યાલય પાછળના ભાગમાં થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાય છે અને યુવાનને ગાળો આપતા શખ્સને ગાળો આપવાની ના પાડી હતી જે બાબતે રોષ રાખીને યુવાનને ધક્કો મારીને પાડી દીધો હતો અને ત્યારબાદ લાકડી વડે માર માર્યો હોવાની હાલમાં આધેડે બે શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી ગીતા વિદ્યાલય પાછળ રહેતા રમેશભાઈ હરિભાઈ વોરા (૫૩) એ જેરામભાઈ જીવાભાઇ વોરા અને જગદીશભાઈ જેરામભાઈ વોરા રહે. બંને પેડક સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીનો દીકરો કિશોર શેરીમાંથી નીકળે ત્યારે આરોપી તેને જોઈને ગાળો બોલી હતી જેથી કરીને ગાળો બોલવાની ફરિયાદી રમેશભાઈએ ના પાડી હતી જેથી આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને તેણે ફરિયાદીના દીકરા ભરતને ધક્કો મારીને પાડી દીધો હતો અને ત્યારબાદ લાકડીનો એક ઘા માર્યો હતો જેથી કરીને ભોગ બનેલ ભરતભાઈના પિતા રમેશભાઈ વોરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અસ્કમાતમાં ઇજા

હળવદના મહાદેવ નગરમાં રહેતા કલ્પેશભાઈ દશરથભાઈ મલવાણીયા જાતે પટેલ (૩૩) પોતાનું બાઈક નં જીજે ૩૬ એમ ૨૫૮૮ લઈને હળવદની રાજોધરજી હાઇસ્કુલ સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સીએનજી રીક્ષા નં જીજે ૧૩ એવી ૩૦૦૯ ના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને ત્યારે ફરિયાદી યુવાન રસ્તા ઉપર નીચે પટકાતા તેને જમણા પગમાં ઢીચણ નીચે ફ્રેકચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને રીક્ષા ચાલક અકસ્માત સર્જીને નાશી ગયો હતો જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News