મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ફરી કોરોનાનો ફૂંફાડો: એક જ દિવસમાં કોરોના ૧૭ પોઝીટીવ કેસ


SHARE





મોરબી જીલ્લામાં ફરી કોરોનાનો ફૂંફાડો: એક જ દિવસમાં કોરોના ૧૭ પોઝીટીવ કેસ

મોરબી જીલ્લામાં ફરી કોરોનાનો ફૂંફાડો વધી રહ્યો છે અને ધીમેધીમે કેસ વધી રહ્યા છે ત્યારે આજે એક જ દિવસમાં કોરોના ૧૭ પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં નોંધાયા છે જેમાં મોરબી તાલુકામાં ૧૩, માળીયામાં ૩ અને હળવદ તાલુકમાં ૧ કેસ આવેલ છે અને આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૨૦ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ફરી વધી રહી છે અને છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લાની અંદરથી કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી કોરોનાના અત્યાર સુધીમાં કુલ મળીને ૨૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અગાઉ જે લોકોને કોરોના આવેલ હતો તે ત્રણ દર્દીઓની સારવાર ચાલી રહી હતી અને બુધવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી નવા ૧૭ કોરોનાના પોઝિટિવ આવ્યા છે જેમ મોરબી શહેર અને તાલુકામાં સૌથી વધુ કેસ આવ્યા છે અને જો મોરબી તાલુકાનાં લોકોની બેદરકારી યથાવત રહેશે તો આગામી દિવસોમાં  હજુ પણ કોરોના લોકોની ચિંતામાં વધારો કરશે તે નિશ્ચિત છે મોરબી જીલ્લામાં બુધવારે જે કેસ સામે આવ્યા છે તેમાં મોરબી તાલુકામાં ૧૧, મોરબી શહેરના ૨, માળીયા ગ્રામ્યના ૩ અને હળવદ ગ્રામ્યના ૧ કેસનો સમાવેશ થાય છે




Latest News