મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીક કારખાના પાસે જુગાર રમતા ૬ જુગારી પકડાયા


SHARE





મોરબીના ટીંબડી નજીક કારખાના પાસે જુગાર રમતા ૬ જુગારી પકડાયા

મોરબી નજીકના ટીંબડી ગામ પાસે આવેલ પેપર મિલના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ૬ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૩૭૧ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 મોરબી નજીકના ટિંબડી ગામ પાસે આવેલ સુપ્રીમ પેપર મીલ કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મજૂરો કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અજીતકુમાર સંતોષકુમાર રાજપુત (૨૨), હરિશ્ચંદ્ર શ્રીધનીરામ રાજપુત (૨૪), ભૂપેન્દ્રકુમાર પ્રતાપસિંહ રાજપુત (૨૨), અંકિતકુમાર મોહનસિંહ રાજપુત (૧૯), અવધેશકુમાર અચ્છેલાલ રાજપુત (૩૫) અને પ્રાણસુ મહેશચંદ્ર રાજપૂત (૨૩) રહે. બધા હાલ સુપ્રીમ પેપર મીલ ટિંબડી મૂળ રહે બધા ઉત્તર પ્રદેશ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૩૭૧ રૂપિયાની રોકડ કબજે કરી છે અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે

 વરલી જુગાર

મોરબીમાં ખાટકીવાસ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર તારમહમદ ઈસ્માઈલભાઈ જુનાણી જાતે મેમણ (૪૬) રહે. કુબેરનાથ રોડ ગ્રીન ચોક પાસે મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૫૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારાઓ હતી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News