મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના કાર ચોરીના ગુનામાં બીજા આરોપીની પણ ધરપકડ


SHARE





મોરબીના કાર ચોરીના ગુનામાં બીજા આરોપીની પણ ધરપકડ

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલના પાર્કિંગમાંથી ગાડીની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ચોરીની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને ચોરી કે છળકપટથી મેળવેલ બે કાર સહીત કુલ ૮૦,૫૦૦૦ ના મુદામાલ સાથે પહેલા એક આરોપીને પકડવામાં આવ્યો હતો ત્યાર બાદ બીજા આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે

મોરબી જિલ્લાના એલસીબીની ટીમે ચોરી કે છળકપટથી મેળવેલ હ્યુડાઇ કંપનીની ઓરા કાર નંબર પ્લેટ વગરની હતી તેની સાથે ધવલગીરી વિજયગીરી ગોસાઇ જાતે અતીત રહે. રાજકોટ વાળાને ખાનપર રોડ ઉપરથી પકડવામાં આવ્યો હતો અને પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા આ કાર મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બાયપાસ રોડ ઉપર આવેલ શેરે પંજાબ હોટલના પાર્કિંગમાંથી કારને ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું અને આ શખ્સે રાજકોટના આનંદભાઇ શાંતિલાલ ઠકકર સાથે મળીને આ કારની ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું જેથી પોલીસે આ શખ્સની કુલ બે ચોરાઉ કાર સાથે ધરપકડ કરી હતી ત્યાર બાદ પોલીસે આરોપી આનંદભાઇ શાંતિલાલ ઠકકર જાતે લોહાણા રહે. બેડી ચોકડી, રેડરોઝ હોટલ પાછળ અમૃતપાર્ક, શેરી નં.-૧, રાજકોટ વાળાની પણ ધરપકડ કરલે છે આ શખ્સો ડ્રાઇવીંગના ધંધો સાથે સંકડાયેલ છે અને આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડે કરી રસ્તામાં ડ્રાઇવર ગાડી રેઢી મુકી ચા-પાણી, નાસ્તો કરવા કે જમવા જાય તો આરોપીઓ ગાડી ચોરી કરીને ભાગી જતાં હતા તેવું પોલીસે જણાવ્યુ છે




Latest News