નશાની ખેતીનો એન્ટી નાર્કોટીક્સ વિભાગે કર્યો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 300 છોડનું વાવેતર ! મોરબી નજીક રૂપિયાની લેતી દેતી બાબતે માથાકૂટ કરીને વૃદ્ધની નિર્મમ હત્યા કરવાના ગુનામાં 7 આરોપીની ધરપકડ મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં મહિલા કોર્પોરેટરના પતિની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી મોરબીના વજેપર ગામમાં સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના હિસાબને લઈને ગ્રામજનોએ ચેરિટિ કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને માર માર્યો મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે લોકો સારવારમાં મોરબીના ટિંબડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે વૃદ્ધને કપાળમાં ધારિયું મારીને સ્કોર્પિયો નીચે ઢસડીને કરાઇ હત્યા: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી બે વર્ષ સજા, ૧૮.૩૬ લાખનો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દવાખાના પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી


SHARE









વાંકાનેરમાં દવાખાના પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી

વાંકાનેરમાં દેલવાડીયા ડોક્ટરના દવાખાના પાસે પાર્ક કરેલ બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં શાક માર્કેટ યાર્ડ પાછળ પ્રદ્યુમન પાર્ક પાસે મનસાનગરમાં રહેતા મુકેશભાઈ હીરાભાઈ વરુ જાતે ભરવાડ (૨૭) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેરમાં દેલવાડીયા ડોક્ટરના દવાખાના પાસે તેણે પોતાનું બાઈક નં. જીજે ૩ કેજી ૯૦૧૪ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૩૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોય ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News