મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના જમીન કૌભાંડમાં ટીપર દિલીપસિંહ ઝાલા કોણ ?: રિમાન્ડ પૂરા થતાં આરોપી જેલ હવાલે


SHARE













વાંકાનેરના જમીન કૌભાંડમાં ટીપર દિલીપસિંહ ઝાલા કોણ ?: રિમાન્ડ પૂરા થતાં આરોપી જેલ હવાલે

મૂળ મોરબી જિલ્લાના વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત છે તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓની ખેતીની ૩૦ એકર કરતાં વધુની જમીન હડપ કરવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જો કે, વૃદ્ધને સમયસર તેની જાણ થઈ જતાં તેને જમીનનું કૌભાંડ આચારનાર બે મહિલા સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાંકાનેર સિટી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના રિમાન્ડ દરમ્યાન ટીપર દિલીપસિંહ ઝાલનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને પહેલા પકડાયેલા આરોપીના છ દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે

મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ (ઈસ્ટ) અરોરા સીનેમાની પાછળ હેમકુંજ ખાતે રહેતા રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી (૯૨)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત પાંચ શખ્સોની સામે ખોટા મરણના દાખલા અને ખોટા દાસ્તાવેજો ઊભા કરીને તેની માલીકીની જમીનનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓની વડીલો પાર્જીત મિલ્કતમાં મકાન "શાન્તીસદન” દીવાનપરામાં આવેલ છે તેમજ ખેતીની જમીન વાંકાનેર તાલુકાના રેવન્યુ સવૈ નંબર (૧) રે.સ.નં ૧૦/૨ પૈકી ૨, રે.સ.નં. ૧૨ પૈકી ૧ તથા (૩) રે.સ.નં. ૧૨ પૈકી ૨ તથા (૪) રે.સ.નં ૧૮ પૈકી ૧, (૫) રે.સ.નં ૧૮ પૈકી ૨, (૬) રે.સ.નં. ૧૯, (૭) રે.સ.નં. ૨૦, (૮) રે.સ.નં. ૨૫/ ૧ પૈકી ૪, (૯) રે.સ.નં ૨૫/ ૧ પૈકી ૬ ની ખેતીની જમીન આવેલ છે જેનો આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે નવો દસ્તાવેજ બનાવી નાખ્યો હતો જેથી તેઓએ વાંકાનેર સબ રજીસ્ટારની કચેરીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓના સર્વે નંબર વાળી જમીનનો તા.૧૩/૦૯/૨૦૨૨ ના દસ્તાવેજ થઇ ગયેલ છે જેથી કરીને દસ્તાવેજની નકલ મેળવતા જમીન વેચનાર તરીકે મોનાબેન રજનીકાન્ત મહેતા (રાજેશભાઇ મહેતા) રહે. બાબુની ચાલી કાલુપુર અમદાવાદ તથા કુસુમબેન રજનીકાન્ત મહેતા (રમેશકુમાર દતાણી) રહે, ઉર્દુ સ્કુલ સામે કામદાર મેદાન પાસે, ગોમતીપુર અમદાવાદ વાળાના નામ હતા અને ખરીદનાર તરીકે સુચીતભાઇ રમેશભાઇ જોષી રહે. બજરંગવાડી, પવન પાર્ક રાજકોટ વાળાનું નામ દર્શાવામાં આવ્યું છે

આ આરોપીએ તા ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ રૂપીયા ૩,૧૩,૩૮,૦૦૦ નો દસ્તાવેજ કરી આપેલ છે, જેમા સાક્ષી તરીકે રમેશભાઈ ડાયાભાઇ વડોદરીયા રહે. ગીતાનગર જકાતનાકા ગોંડલ રોડ અને જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા રહે. રાધાપાર્ક-૨ માધાપર ચોકડી જામનગર રોડ રાજકોટ વાળાના નામ લખેલા છે અને તેઓની માલીકીની જમીનના ૩/૧૨ તથા ૮ અ ના રેવન્યુ રેકર્ડ મંગાવતા તેમાં પણ ખોટા દસ્તાવેજોના આધારે નોંધ કરી નાખવામાં આવી હતી જેમાં ફરિયાદી રજનીકાન્ત શાન્તીલાલ સંઘવી અને તેના પત્ની કુસુમબેન રજનીકાન્ત સંઘવી (૯૦) હયાત છે તો પણ તેઓના અવશાન તા.૩/૫/૨૦૦૫ ના રોજ થયેલ હોવાનું દર્શાવીને બન્નેના મરણના પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનીશીપલ કોર્પોરેશનના ખોટા મેળવીને સીધી લીટીના વારસદાર દર્શાવીને આરોપી મહિલાઓના નામ ઉમેરવામાં આવ્યા હતા જેને ફરિયાદ જાણતા પણ નથી

આ ફરિયાદના આધારે પોલીસે આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીની ધરપકડ કરી હતી અને તેના છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ દરમ્યાન પીઆઈ કે.સી.છાસિયા અને તેની ટીમ દ્વારા  ફરિયાદી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે છતાં પણ તે બન્નેના મરણના પ્રમાણપત્ર અમદાવાદની અસારવા તલાટી ઓફિસે તપાસ કરવામાં આવી હતી જો કે, ત્યાંથી કોઈ સંતોષકારક માહિતી મળી નથી પરંતુ અધિકારીના કહેવા મુજબ આવી જ રીતે જમીન કૌભાંડની તપાસમાં ઘણી વખત અસારવા તલાટી ઓફિસે તપાસ કરવા પોલીસ આવે છે તેવું ત્યના સ્ટાફ પાસેથી જાણવા મળ્યું છે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીને વાંકાનેરના અરણીટિંબા ગામે રહેતા દિલીપસિંહ ઝાલા નામના શખ્સે જમીન બતાવી હતી જેથી કરીને આ ટીપરને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે અને આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે








Latest News