વાંકાનેરના જમીન કૌભાંડમાં ટીપર દિલીપસિંહ ઝાલા કોણ ?: રિમાન્ડ પૂરા થતાં આરોપી જેલ હવાલે
મોરબીના રાપર ગામે નદીમાંથી રેતી ચોરી મુદદે વધુ ત્રણની ધરપકડ
SHARE
મોરબીના રાપર ગામે નદીમાંથી રેતી ચોરી મુદદે વધુ ત્રણની ધરપકડ
મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના રાપર ગામે ઘોડાદ્રો નદી પાસેથી થોડા દિવસો પહેલા રૂા.૧૫ લાખની કિંમતનું નદીમાંથી રેતી કાઢવાનું એકસ્વેટર મશીન જપ્ત કરી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસ દ્વારા અગાઉ એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી જયારે હાલમાં વધુ ત્રણની ધરપકડ કરાયેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર એમ.આર.ગોજીયા તથા સ્ટાફ દ્વારા થોડા દિવસો પહેલા મોરબી તાલુકાના રાપર ગામે ઘોડાદ્રો નદી પાસેથી વિપુલ શાંતિલાલ નિમાવત રહે.સિટી પેલેસ એપાર્ટમેન્ટ મોરબી વાળાની માલીકીનું રૂા.૧૫ લાખની કિંમતનું એસ્કેવેટર મશીન જપ્ત કર્યું હતું અને તાલુકા પોલીસ હવાલે કર્યુ હતુ.નદીમાંથી રેતી કાઢવા માટે આ મશીન ઉપયોગમાં લેવામાં આવતું હોય છે અને તેની જપ્તી કરવામાં આવી હતી અને દંડ વસૂલવા માટે તેને મોરબી તાલુકા પોલીસ હવાલે કર્યુ હતુ.આ અંગે તાલુકા પોલીસ મથક ખાતે ખનીજ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતે અગાઉ તાલુકા પીએસઆઇ એસ.એમ.સગારકા દ્વારા ખનીજ ચોરીના ઉપરોકત ગુનામાં વિપુલ શાંતિલાલ નિમાવત (ઉમર ૪૫) રહે. સિટી પેલેસ એપાર્ટમેન્ટ શક્તિ પ્લોટ શેરી નંબર-૬ શનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ હતી.જ્યારે હાલમાં પીએસઆઇ સગારકા દ્વારા ઉપરોક્ત રેતી ચોરીના ગુનામાં ઋષિરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા (ઉમર ૨૨) રહે.પીલુડી તા.જી.મોરબી, વિપુલ તેજા ઝાપડા જાતે ભરવાડ (ઉમર ૨૯) રહે.ટીંબડી તા.જી.મોરબી અને સુરેશ દિનેશ માંજુસા જાતે કોળી (૨૭) ધંધો ટ્રાન્સપોર્ટ રહે.મયુર સોસાયટી ત્રાજપર ચોકડી પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામે શિવપાર્ક વિસ્તારના રહેવાસી પાંચાભાઇ દાનાભાઈ લોખિલ નામના ૬૩ વર્ષના વૃદ્ધને જેતપર રોડ ઉપર અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા તેઓને સમર્પણ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતું કે પાંચાભાઇ લોખિલ મોરબીના જેતપર રોડ ઉપર બેલા-પાવડીયારી નજીક રીક્ષામાંથી ઉતરતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી ઇજાઓ પામતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા ભરતભાઈ છગનભાઈ પરમાર નામના ૨૬ વર્ષના યુવાનને ખાનપર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ એન.જે.ખડિયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.









