મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી પાસે રોજડા સાથે સાયકલ અથડાતાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE





ટંકારાના બંગાવડી પાસે રોજડા સાથે સાયકલ અથડાતાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં

ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે વાડીએ રહીને મજૂરી કામ કરતા બે યુવાનો સાયકલ લઈને વાડી બાજુ જતા હતા ત્યારે રસ્તામાં તેની સાયકલાને રોજડુ ઉતરતા રોજડા સાથે સાયકલ અથડાઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલા બંને યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ અંગેની જાણ ટંકારા તાલુકા પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના બંગાવડી ગામે લવજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા મુકેશભાઈ ખીલુભાઈ મેડા (૩૦) અને દિવાલ હઠીલા (૩૫) બંને સાયકલ ઉપર પોતાની વાડી બાજુ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓની સાઇકલ આડે રોજડુ ઉતર્યું હતું જેથી કરીને રોજડા સાથે સાયકલ અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મુકેશભાઈ તથા દિવાલભાઈને ઇજાઓ થઈ હોવાથી તે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક કાગળ કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

પરિણીતા ગુમ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ પાસે રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઇ કેશવજીભાઈ સાણજા (૩૦) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેમના પત્ની ખુશ્બુબેન ઉર્ફે જલ્પાબેન ચેતનભાઇ સાણજા (૨૫) ઘરે કોઈને કશું કર્યા વગર જતા રહ્યા છે જેથી પોલીસે ગુમસુધા નોંધ કરીને ગુમ થયેલ પરણીતાને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીના વાઘપરા વિસ્તારમાં મારામારીમાં ઈજા થતાં કૈલાશ લાભુભાઈ જાદવ (૩૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મારામારીના બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા હોય તેની પાસેથી મળતી વિગત પ્રમાણે અજાણ્યા માણસે માર મારતા ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈને આવ્યા છે




Latest News