મોરબીમાં અકસ્માત સર્જનારને સ્કુટી ધીમે ચલાવવાનું કહેતા યુવાનને માથામાં હેલ્મેટના ઘા ફટકાર્યા મોરબીમાં તાવ-ઉલ્ટીની સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ મહિલાનું આંચકી આવતા બ્રેન હેમરેજથી મોત લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત પોષણ કીટનું વિતરણ મોરબીમાં કુતરાને મારવાની માથાકૂટમાં મારામારી ! મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે અજાણ્યા પીકઅપ ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE











મોરબીના રાજપર રોડે અજાણ્યા પીકઅપ ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબીના સનાળા રાજપર રોડ ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે તે બાઇકને અજાણ્યા પીકઅપ ગાડીના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઇજા થતાં તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળાથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈકમાં સતિષભાઈ શંકરભાઈ રાઠોડ (૨૪) રહે. બોકડીયા હનુમાન મંદિર પાસે થોરાળા અને પ્રવીણસિંહ કરણસિંહ પરમાર (૨૮) રહે. એલિકોમ ઇન્ડસ્ટ્રીઝ રાજપર રોડ વાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને અજાણ્યા પીકઅપ વાહનના ચાલકે હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે અકસ્માતમાં સતિષભાઈ તથા પ્રવિણસિંહને ઇજાઓ થઇ હોવાથી તે બંનેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં ઇજાગ્રસ્ત સતિષભાઈ રાઠોડ સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, તે બંને મૂળ દાહોદના રહેવાસી છે અને હાલમાં અહીંયા મજૂરી કામ કરી રહ્યા છે દરમિયાન તેઓ બાઈક ઉપર પોતાનો સામાન લઈને એલિકોમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તે બંનેને ઇજાઓ થયેલ છે

ફિનાઇલ પીધું
મોરબીના શનાળા ગામે રહેતા સીતાબેન નારણભાઈ સોલંકી (૩૩) ઘરે મારામારી થતા તેણે પોતાની જાતે ફિનાઇલ પી લીધું હતું જેથી તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબીના મહિલા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીની પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પંચાસર રોડ ઉપર રહેતા કરમશીભાઈ સવજીભાઈ પરમાર (૪૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ વી.કે. ફૂલતરીયા ચલાવી રહ્યા છે






Latest News