હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા: શહેરમાં બીયર સાથે મહિલા પકડાઇ


SHARE







મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા: બીયર સાથે મહિલા પકડાઇ

મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૯૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર ૨ અને ૩ ની વચ્ચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નેકમામદભાઈ સલેમાનભાઈ ભટ્ટી ૫૫,  મોસીનભાઈ સલીમભાઈ મોવર ૨૮, રફિકભાઈ આમદભાઈ ખોખર ૪૮, અનિલભાઈ કાંતિભાઈ સચાણીયા ૨૦ અને ભરતભાઈ શામજીભાઈ થરેસા ૨૭ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૯૦૦ ની રોકડ કબજે કરી હતી અને તે પાંચેયની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની કાર્યવાહી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

બીયર સાથે મહિલા ઝડપાઇ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં શિવ આરાધના એપાર્ટમેન્ટના બ્લોક નં-૧૬ માં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી બિયરના ૩૦ ટીન મળી આવ્યા હોય પોલીસે ૩૦૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરીને મરીયમબેન ઉર્ફે પીંકી નજીરભાઈ જામ જાતે મિયાણા (૩૧) રહે. શિવ આરાધના એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૬ વાળીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ બિયરના ટીન તે ક્યાંથી લાવી હતી તે દિશામાં બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News