મોરબીના સોખડા ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ: ૪૧.૭૦ લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ, બેની શોધખોળ
SHARE
મોરબીના સોખડા ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ: ૪૧.૭૦ લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ, બેની શોધખોળ
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ તરફ જવાના રસ્તા ઉપર ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હોવા અંગેની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા કારખાનામાં રેડ કરવામાં આવી હતી ત્યારે ટેન્કર પાસે ઉભેલા ત્રણ પૈકીનો મુખ્ય સુત્રાધાર નાસી ગયો હતો જોકે બે શખ્સ ઝડપાઈ ગયા હોય તે બંને ટેન્કરના ડ્રાઇવર અને ક્લીનર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું અને ટેન્કરમાં ભરેલ ફીનોલ નામના કેમિકલના જથ્થામાંથી કેમિકલ કાઢવામા આવ્યુ હોવાનું ધ્યાન ઉપર આવતા પોલીસે ટેન્કરમાંથી કાઢવામાં આવેલ કેમિકલ તેમજ ટેન્કરમાં ભરેલ કેમિકલ અને ટેન્કર સહિતનો મુદ્દામાલ કબજે કરી ૪૧,૭૦,૨૨૦ ની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે જોકે મુખ્ય સૂત્રધાર અને કારખાનેદારની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ પાસે ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કર ઊભું રાખીને તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી છે તેવી બાતમી એલસીબીની ટીમને મળી હતી જેથી કરીને એલસીબીના પીઆઇ દીપક ઢોલની સુચના મુજબ સ્ટાફ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે કારખાનામાં ટેન્કર નંબર જીજે ૧૨ બીડબ્લયુ ૭૭૫૧ પાસે ત્રણ શખ્સો ઉભેલા જોવા મળ્યા હતા જોકે પોલીસને જોઈને તેમાં નાશ ભાગ થવા લાગી હતી અને એક શખ્સ ત્યાંથી નાસી ગયો હતો જો કે સ્થળ ઉપરથી પોલીસે બે શખ્સને ઝડપી લીધા હતા અને ત્યારબાદ ત્યાં ચેક કરવામાં આવતા આ ટેન્કરમાં ભરેલા કેમિકલમાંથી કાઢવામાં આવેલ ફીનોલ કેમિકલ સહિત કુલ મળીને ૩૦૦૦ લીટર કેમિકલ જેની કિંમત રૂપિયા ૩.૦૩ લાખ તથા ટેન્કરમાં ભરેલ કેમિકલ ૨૩૨૨૦ લિટર જેની કિંમત ૨૩,૪૫,૨૨૦ અને ૧૦ લાખ રૂપિયાની કિંમતનું ટેન્કર તેમજ પાંચ લાખ રૂપિયાની કિયા કાર નંબર જીજે ૩૬ એસી ૭૭૫૫, ૧૦૦૦૦ રૂપિયાની કિંમતમાં બે મોબાઈલ ફોન, નળી, બેરલ, ઇલેક્ટ્રીક મોટર વિગેરે મુદ્દામાલ મળીને પોલીસે સ્થળ ઉપરથી ૪૧,૭૦,૨૨૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને ટેન્કરના ડ્રાઇવર રાજેશભાઈ રામજીભાઈ ડવ જાતે આહિર (૨૭) રહે. નાગલપર મોટી તાલુકો અંજાર અને તેના ક્લીનર અજીતસિંહ પૃથ્વીસિંહ ઝાલા (૩૪) રહે. હાલ ગંગોત્રી સોસાયટી અંજાર વાળા ની ધરપકડ કરેલ છે
આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલ વિગત મુજબ મોરબીના જૂના નાગડાવાસ ગામે રહેતા લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડના કહેવાથી ફાસ્ટેન લેમીનેટ કારખાનાના જયેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજા રહે મોરબી વાળા ના કારખાનામાં ટેન્કર ઉભું રાખીને તેમાં ભરેલ કેમિકલના જથ્થામાંથી ટેન્કરના શેઠ અને માલની ખરીદી કરનારની જાણ બહાર વિશ્વાસઘાત કરીને કેમિકલનો જથ્થો કાઢવામાં આવતો હતો અને પોલીસે જ્યારે રેડ કરી હતી ત્યારે આરોપી લખમણભાઇ નારણભાઈ રાઠોડ ત્યાં હાજર હતો જો કે તે પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો જેથી તેના સામે તથા કારખાનેદાર જયેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજાને પકડવા માટે પોલીસે મોરબીવતાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તજવીજ શરૂ કરી છે