મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

અભ્યારણ્ય વિભાગે અગરિયાઓને માટીના પાળા બનાવતા રોકતા હળવદના ટીકર રણમાં અગરિયાની બેઠક મળી


SHARE













અભ્યારણ્ય વિભાગે અગરિયાઓને માટીના પાળા બનાવતા રોકતા હળવદના ટીકર રણમાં અગરિયાની બેઠક મળી

હળવદના ટીકર રણમાં અગરિયા તેમનાં પ્રશ્ર્નોની ચર્ચા કરવા ભેગા થયાં હતા જેમાં ભરતીના પાણી રોકવા સેફ્ટી પાળો બાંધવા અભ્યારણ્ય વિભાગે વાંધો લેતા અગરિયાઓએ ચુંટાયેલા પ્રતિનિધિઓને સામુહિક રીતે રજુઆત કરી હતી અને માર્ચ મહિનામાં સૂરજબારીથી ભરતીનું પાણી રણમાં આવે છે જે ઘાટીલાજોગડ થી ટીકર સુધીના અગરોમાં પહોંચી જાય છે અને વર્ષોથી અગરિયા સ્વખર્ચે માટીનો સેફ્ટી પાળો બાંધી પોતાનું અગર  બચાવી લેતાં હતાં. જો કે, આ વર્ષે અભ્યારણ્ય વિભાગે આવો પાળો બનાવવાની અગરિયાઓને અટકાવ્યા છે જેથી કરીને અગરિયા મૂંઝવણમાં મુકાયા છે. 

હાલમાં પવનનો વેગ જોરદાર હોવાથી પાણી છેક અગરો સુધી પાણી આવી પહોંચ્યું છે તયારે જો પાળો બાંધવા નહી દેવામાં આવે તો અગરિયાના મોઢામાં આવેલો કોળીયો ઝુંટવી લીધા જેવી પરિસ્થિતિ થશે તેવું અગરિયાઓ કહી રહ્યા છે વધુમાં અગરિયા  એનજીઓ તેમજ હાઇકોર્ટમાં રણ અંગે થયેલ કેસ વીશે ચર્ચા કરી અને અભ્યારણ્ય વિભાગ દ્વારા હક્ક દાવા મંજૂર થયેલા અગરિયાઓને કાયદેસર ગણવા તેમજ રણના અગરિયાઓ પાસે પુરાવા માંગવાઅન્ય રણ વિસ્તારોમાં અગરિયાઓને ગેરકાયદેસર ગણી બહાર કાઢવાની અભ્યારણ્ય વિભાગ દ્વારા થયેલ પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી વધુમાં તેઓએ કહ્યું હતું કે જયારે ૧૯૪૮ માં ભારત સરકારે ખુદ ૧૦ એકર અગરિયાઓ કોઈ પુરાવાનોંધણીની જરૂર નથી તેવું કહ્યું હતું ત્યારે સ્વાભાવિક છે કે એમની પાસે પુરાવા ન હોય, અગરિયાઓને જોઈને ઘુડખર ક્યારેય ભાગતું નથી. તે અને અમે સાથે રણમાં રહીએ છીએ અને ઘુડખરની સંખ્યા વધી છે તેનો અમોને આનંદ છે.

અગરિયા સમૂદાય રણમાં પણ ચકલીઓને દાણા તેમનાં માટે ઘર કરવાનું ભૂલતાં નથી. અગરિયા સમુદાયને કાયમી ધોરણે આજીવિકાની સુરક્ષિતતા મળે તે માટે સામૂહિક રીતે લડત આપવાનું નકકી કર્યું છે  વધુમાં કહ્યું હતું કે અગરિયાઓ સદીઓથી રણમાં છે અને મીઠુંએ તેમની આજીવિકા છે. અને અગરિયાનું મીઠું પાકે એટ્લે તે સમયસર રણમાંથી બહાર નીકળવાનું તેટલું જ જરૂરી જયારે આજે અભ્યારણ્ય વિભાગે રણમાંથી મીઠું બહાર કાઢવા પર અનેક પ્રશ્ર્નો ઊભા કર્યા છે. છે અને ફરી સાંતલપુર સહિત કેટલાક વિસ્તારોમાં વિભાગે મીઠું લઈ જવાની મનાઈ ફરમાવી હતી. જેથી કરીને અગરિયા આ પ્રકારના પ્રશ્નો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે મળીને વિભાગ અને સરકાર સાથે સંવાદ કરવાનો અને લડત આપવાનો નિણર્ય લેવામાં આવ્યો છે






Latest News