મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢ ગામે ઝેરી દવા પી જતાં મહિલાનું મોત


SHARE







ટંકારાના લખધીરગઢ ગામે ઝેરી દવા પી જતાં મહિલાનું મોત

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આપઘાતના આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની પ્રાથમિક નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે રહેતા લીલાબેન દિલીપભાઈ નાયક (૩૫) નામની મહિલા પોતાના ઘરે હતી ત્યારે ત્યાં ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાના કારણે પ્રથમ સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન લીલાબેન નાયકનું મોત નીપજ્યું હતું જેથી આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી જેમાં મહિલાએ અકળ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું તેમણે જણાવ્યુ છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામે રહેતો શૈલેષ મોહનભાઈ લખધીર (૩૬) નામનો યુવાન બાઇક લઈને ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ બાઈકે તે યુવાનને ચક્કર આવી ગયા હતા જેથી કરીને તે રસ્તા ઉપર પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબીમાં પોલીસ લાઈનની પાછળના ભાગમાં આવેલ ભવાની ચોક વિસ્તારમાં અકીબશા અરુણશા શાહમદાર જાતે ફકીર (૧૮) નામનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે ત્યાં તે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News