હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના વેપારીની જમ્મુ પોલીસે છેતરપિંડીના ગુનામાં કરી ધરપકડ


SHARE







મોરબીના વેપારીની જમ્મુ પોલીસે છેતરપિંડીના ગુનામાં કરી ધરપકડ

મોરબી પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રહેવાસી અને ફેબ્રિકેશનના કામ સાથે સંકળાયેલા સતવારા યુવાન દ્વારા જમ્મુ કાશ્મીરના રહેવાસી વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોય જમ્મુ(કશ્મીર) ખાતે છેતરપીંડી અંગે ગુનો નોંધાયો હતો જે ગુનામાં તપાસના કામે જમ્મુ પોલીસ મોરબી આવી હતી અને મોરબી ખાતેથી સથવારા વેપારીની અટકાયત કરી આગળની તપાસ માટે સાથે લઈ ગઈ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જમ્મુના રાજૌરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ રજત જસરોટીયા બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને અહીં મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ પાસે આવેલ બોખાની વાડી વિસ્તારમાં રહેતા ગોપાલ પીતાંબર નકુમ (ઉમર ૩૫) ને પકડીને પોતાની સાથે લઈ ગયેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગોપાલ પીતાંબરભાઈ નકુમ નામનો સથવારા યુવાન મોરબી પંચાસર રોડ ખાતે વેલ્ડીંગ તેમજ ફેબ્રિકેશનનું કામ કરે છે અને જુદાજુદા મશીન બનાવવાનું કામ કરતો હોય ઓર્ડર લીધા બાદ સમયસર મશીન પહોંચાડ્યા ન હોય અને તે બાબતે જમ્મુમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે.હાલ આઈપીસી કલમ ૪૨૦ (છેતરપીંડી) સહિતની કલમો હેઠળ મોરબીના ગોપાલ પીતાંબર નકુમને જમ્મુના રાજૌરી પોલીસ મથકના પીએસઆઇ રજત જસરોટીયા દ્વારા અટકાયત કરીને તેને પોતાની સાથે લઈ જવામાં આવેલ છે.બહારના લોકોના મશીન બનાવવાના ઓર્ડર લીધા બાદ ચામુંડા વેલ્ડીંગના નામે કામકાજ કરતા અને પેપર બ્લોક ડાઇ અને બ્રિક્સ મશીનની ડાય બનાવવાનું કામકાજ કરતા ગોપાલ નકુમ દ્વારા સમયસર ડાઈ મશીન આપવામાં આવેલ ન હોય તે અંગે ગુનો નોંધાયો હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે.

મહેન્દ્રનગરના આધેડનું મોત

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રહેતા પ્રવીણભાઈ ગાંડુભાઇ કાવર નામના ૫૨ વર્ષીય આધેડને રાજકોટની સત્યસાંઈ હોસ્પિટલ ખાતે હાર્ટની બીમારી સબબ એડમીટ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પ્રવીણભાઈ કાવરનું મોત નિપજયુ હતું.જેથી મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવેલ હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા આરીફ યુસુફભાઈ નકુમ નામના ૨૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યું હતું કે આરીફ યુસુફભાઈ નામનો યુવાન વાંકાનેર હાઇવે કુબેર ટોકીઝ પાસેથી પગપાળા જતો હતો ત્યારે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૯૩૪૯ ના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી તેને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે






Latest News