મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં કલ સાંજે રામનવમીએ લાઈવ ઓરક્રેસ્ટ્રા સાથે ભજન સંધ્યા


SHARE













મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં કલ સાંજે રામનવમીએ લાઈવ ઓરક્રેસ્ટ્રા સાથે ભજન સંધ્યા

સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ સમસ્ત માલધારી સમાજ, વડવાળા યુવા સંગઠન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવનું અનેરું આયોજન.મોરબી :મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સર્વ હિન્દૂ સમાજના નેજા હેઠળ તા.૩૦ માર્ચના રોજ સમસ્ત માલધારી સમાજ, વડવાળા યુવા સંગઠન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે અને રામનવમીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાશે.

યંગ ઇન્ડિયા ગ્રુપ અને સમસ્ત માલધારી સમાજ તેમજ વડવાળા સંગઠન દ્વારા સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ આ વખતે પ્રથમ વખત ૩૦ માર્ચના રોજ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે રામનવમી ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામનવમીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાશે. લાઈવ ઓરક્રેસ્ટ્રામાં નામાંકિત કલાકારો અદભુત સંગીતના સથવારે ભગવાન શ્રી રામલલ્લાના જન્મોત્સવના ગુણગાન ગાતા ભજનો અને ગીતો,રામધૂનની જમાવટ કરશે. આ તકે માલધારી સમાજના યુવાનોને પરંપરાગત ધોતી-કુર્તા પહેરીને ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં સામેલ થવાની યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ હાકલ કરી છે.






Latest News