મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

ભુજ-દિલ્હી વચ્ચે વંન્દે માતરમ ટ્રેન અને તેના કનેક્ટિવિટી દિલ્હી-હરિદ્વાર ટ્રેનની રેલ્વે મિનિસ્ટર તથા રેલ મંત્રાલયમાં રજુઆત કરતા સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE





ભુજ-દિલ્હી વચ્ચે વંન્દે માતરમ ટ્રેન અને તેના કનેક્ટિવિટી દિલ્હી-હરિદ્વાર ટ્રેનની રેલ્વે મિનિસ્ટર તથા રેલ મંત્રાલયમાં રજુઆત કરતા સાંસદ વિનોદભાઇ ચાવડા
 

કચ્છથી હરિદ્વાર માટે સાપ્તાહિક ટ્રેનની જાહેરાત રેલ્વે મંત્રાલયમ તરફથી થઈ છે.જેને આવકારતા કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ લોક સભા સત્ર દરમ્યાન રેલ્વે મિનિસ્ટર પાસે ભુજથી દિલ્હી દૈનિક “વંન્દે માતરમ” ટ્રેન સેવા શરૂ થાય અને તેના કનેક્ટિવિટી ટાઈમમાં દિલ્હીથી હરિદ્વાર ટ્રેન સેવા થાય તો લાખો લોકોના માટે ફાયદાકારક બનશે.

વધુમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, દેશના પાટનગર દિલ્હી માટે કચ્છથી એકમાત્ર ભુજ-બરેલી (આલા હઝરત) ટ્રેન છે.એક જ ટ્રેન હોવાથી રૂટમાં આવતા બધા નાના-મોટા શહેરો ની સુવિધા અર્થે સ્ટોપેજ ફાળવ્યા છે.પરંતુ સુપર ફાસ્ટ ટ્રેનની સુવિધા ખુબજ જરૂરી છે. માટે “વંન્દે માતરમ” ટ્રેન શરૂ થાય અને દિલ્હીથી હરીદ્વાર ટ્રેન કનેકશન મળે તો લાખો લોકોને તેનો લાભ મળે.પ્રગતિશીલ કચ્છમાં ઉતર ભારતના લાખો લોકો ધંધા ઉધોગ અને રોજગારી માટે વસેલા છે.તેમને તથા કચ્છના લોકોને ચારધામ - હરિદ્વાર અને પ્રવાસન સ્થળોએ દર્શન અને ફરવાનો લાભ મળે માટે લેખિત-મૌખિક રજૂઆત રેલ્વે મિનિસ્ટર અશ્વિનીજી અને રાજય કક્ષા રેલ મિનિસ્ટર દર્શનાબેન જરદોશ પાસે કરેલ છે.તેમના તરફથી સારો પ્રતીભાવ મળેલ છે.

મચ્છુ-૨ સિંચાઈ યોજનાનું પાણીથી ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરો : કે.ડી.બાવરવા

મોરબીના કે.ડી.બાવરવાએ જણાવેલ છે છે કે મચ્છુ-૨ ડેમના પાંચ દરવાજાની  નવા બનાવવાના હોય મચ્છુ-૨ ડેમનું પાણી ખાલી કરવામાં આવનાર છે. તો અમારી માંગણી છે કે મચ્છુ-૨ ડેમનું પાણી નદીમાં વહાવીને દરિયામાં જાય તેના કરતા મોરબી-માળિયા વિસ્તારના ગામોના તળાવો ભરી આપવા જોઇએ તેઓએ રાજયના મુખ્યમંત્રીને આ અંગે માંગ કરી છે અને યોગ્ય આદેશો કરવા વિનતી કરેલ છે તેમજ આ કામ માટે સરકારને કોઈપણ ખર્ચ થાય તેવું નથી કે નથી વીજળીનો ઉપયોગ કરવાનો તો આ કામ કરવામાં આવે તેવી તેઓએ માંગણી કરી છે જો આવું કરવામાં આવશે. તો તળાવની આજુબાજુના ખેડૂતો ઢોરો માટેનો ચારો ઉગાળી શકશે અને ઢોરોને પણ પીવાનું પાણી મળી રહેશે તો આ બાબતે યોગ્ય કરવા વિનતી. કાન્તિલાલ ડી. બાવરવા (જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન) એ માંગ કરેલ છે.




Latest News