મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન


SHARE





મોરબીમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન 

ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. શાખા મોરબી ઘટક-૧/૨ ના બાળ વિકાસ યોજના અધિકારી મયુરીબેન ઉપાધ્યાયએ મહિલાઓને માંહલાલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપેલ. આ પ્રસંગે ચંદુભાઈ શિહોરા (પ્રમુખ જિલ્લા પંચાયત), સરોજબેન ડાંગરોયા (ચેરમેન મહિલા અને બાળ વિકાસ સમિતિ, જિ.પં), હંસાબેન પારઘી (ચેરમેન સામાજીક ન્યાય સમિતિ, જિ.પં), ભાવનાબેન ચારોલા (જિલ્લા પ્રોગ્રામ ઓફિસર-આઈ.સી.ડી.એસ) અને દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રાંત અધિકારી મોરબીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓને નારી અદાલતની સમજ, મહિલા સશક્તિકરણ તેમજ મહિલા વિષયક યોજનાઓથી માહિતગાર કરવામાં આવેલ.

દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રાંત અધિકારી મોરબી દ્વવારા મહિલાઓને સ્ત્રીભ્રૂણ હત્યા, ઘરેલુ હિંસા, કાર્ય સ્થળે હિંસા વગેરે સમાજમાં જોવા મળે છે. આવી તમામ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની મદદ એકજ સ્થળે પૂરી પાડવાનું જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે તેમજ મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા અંગે ભાર મુકેલ છે. આ સાથે સરકારના વિવિધ વિભાગો જેવા કે. ૧૮૧ મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, નારી અદાલત, એલ્ડર એજ હેલ્પ લાઇન, મહિલા પોલીસ સ્ટેશન વિગેરેમાંથી ઉપસ્થિત અધિકારી દ્વવારા મહિલાઓને સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલ.કાર્યક્રમના અને આઇ.સી.ડી.એસ.શાખા મોરબી ઘટક-૧/૨ ના બાળ વિકાસ યોજના અધિકારી મયુરીબેન ઉપાધ્યાય એ ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા મહિલાઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરેલ.




Latest News