મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી  :  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરને આરોગ્ય ક્ષેત્રનુ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન


SHARE











મોરબી  :  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરને આરોગ્ય ક્ષેત્રનુ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન

રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા દર્દી કલ્યાણને લગતી સુવિધાઓનું મૂલ્યાંકન કરી પ્રમાણપત્ર અપાયું

મોરબી જિલ્લાના હેલ્થ  એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યુ છે. હેલ્થ  એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડના ધારા ધોરણો અંતર્ગત ૮૭ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાનુ સર્ટિફિકેટ મેળવ્યુ છે.આરોગ્ય સેવાની લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે વિવિધ માપદંડ ૧૨ સર્વિસ પેકેજ જેમ કે સગર્ભાની સેવા, પ્રસુતિ બાદ ની સંભાળ, નાના બાળકોની સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગોનું વ્યવસ્થાપન, આંખ, કાન, નાક, ગળાના રોગોમાં સંભાળ, વૃદ્ધ દર્દીઓની સાર સંભાળ, ઈમરજન્સી સેવાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓની ખાતરી રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી.તદુપરાંત દર્દીઓના આરોગ્યની સેવા તથા સુવીધાના અલગ માપ દંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા.

વિવિધ પ્રકારના ચેકલીસ્ટ મુજબ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે ચકાસણી થાય બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હેલ્થ  એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરને સેવા સુવિધા ગુણવત્તા સબંધિત ૮૭ ટકા માર્કસ સાથે આ કેન્દ્રને એનક્યૂએસ એટલે કે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય કક્ષાનુ પ્રમાણપત્ર એનાયત કર્યું છે. આ સેન્ટરનું બિલ્ડીંગ પ્રી ફેબ્રીકેટેડ પ્રકારનુ ભુકંપ વખતનું હોવા છતા આટલા સારા માર્કસ સાથે આ પ્રમાણપત્ર મેળવેલ છે. આનાથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓમાં પણ ઉતરોત્તર વધારો થશે.આનાથી હેલ્થ અને વેલનેસ સેન્ટર લક્ષ્મીનગર દ્વારા સર્વિસ ડિલિવરીમા ગુણવતાના ધોરણોને સુધારવામાં યોગદાન આપીને દર્દી કેન્દ્રિત ગુણવતા સુધારણાના ટકાઉ મોડેલ માટે મોકળો માર્ગ કર્યો છે.આ પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા ક્વોલીટી મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયાના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા, મેડિકલ ઓફિસર ડો.ચેતન વારેવડીયા તથા આયુષ  મેડિકલ ઓફિસર ડો. ડી. એસ.પાંચોટીયા અને બીજા તમામ સ્ટાફ દ્વારા કામગીરી કરીને આ સફળતા મેળવી છે. તેમજ ગામના સરપંચ તેમજ અન્ય આગેવાન ગ્રામજનોનો પણ સંપુર્ણ સહયોગ થકી આ સિદ્ધિ મેળવેલ છે. 

રાજ્ય આરોગ્ય સેવાઓ અને માળખાકિય સુવિધાઓને ગુણવતાયુક્ત બનાવવાની સરકારની નેમ છે ત્યારે જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મળેલ આ સન્માન બદલ જીલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરની કોમ્યુનિટી હેલ્થ ઓફીસર ડો.વિજય આર.અગોલા અને હેલ્થ  એન્ડ વેલનેસ સેન્ટર લક્ષ્મીનગરની સમગ્ર ટીમ તથા જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.






Latest News