મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી : જુનિયર કલાર્કની પરીક્ષા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું જિલ્લાની વિવિધ ૬૮ શાળાઓમાં પરીક્ષાનું આયોજન


SHARE





મોરબી : જુનિયર કલાર્કની પરીક્ષા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું જિલ્લાની વિવિધ ૬૮ શાળાઓમાં પરીક્ષાનું આયોજન

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહિવટી/હિસાબી) વર્ગ-૩ની પરીક્ષા આગામી તા.૯-૪ ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં જુનિયર કલાર્ક(વહિવટી/હિસાબી) વર્ગ-૩ની જગ્યાઓ પર ભરતીની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.૯-૪ રોજ પરીક્ષા સમય ૧૨:૩૦ થી ૧:૩૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. ઉપરાંત વીજ પુરવઠો ખોરવાય નહી તે માટે  તા. ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ સવારે ૯ થી ૨ કલાક દરમિયાન ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જુનિયર કલાર્ક(વહિવટી/હિસાબી) વર્ગ-૩ની જગ્યાઓ માટેની પરીક્ષા મોરબી જિલ્લાની કુલ ૬૮  શાળાઓ ખાતે યોજાનાર છે. પરીક્ષા દરમિયાન યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.




Latest News