મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબીના સિનિયર એનસીસી કેડેટ્સને ચંદ્રક-સર્ટિ એનાયત કરવામાં આવ્યા


SHARE





મોરબીના સિનિયર એનસીસી કેડેટ્સને ચંદ્રક-સર્ટિ એનાયત કરવામાં આવ્યા

મોરબીમાં સર્વોદય એજયુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતાં એનસીસીના સિનિયર કેડેટ્સ દ્વારા રાષ્ટ્રીય  તેમજ રાજ્ય કક્ષાએ સિધ્ધિ મેળવવામાં આવી છે ત્યારે આ સિનિયર કેડેટ્સને બિરદાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંસ્થાના મંત્રી, ટ્રસ્ટી, ત્રણેય કોલેજના પ્રિન્સિપાલ સહિતના હાજર રહ્યા હતા અને તેના હસ્તે સિનિયર કેડેટ્સને ચંદ્રક તેમજ સર્ટિ આપવામાં આવ્યા હતા

સર્વોદય એજયુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજમાં આવેલ એનસીસી એકમના સંચાલક કેપ્ટન ડોક્ટર  શર્મા દ્વારા તેમના સિનિયર કેડેટ્સ કે જેમને વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય  તેમજ રાજ્ય કક્ષાએ સિધ્ધિ હાસેલ કરેલ હતી જેમાં અંડર ઓફિસર ચિરાગ કરોત્રા, ઇન્ડિયન મિલ્ટ્રી એકેડેમી દેહરાદૂનમાં રાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ મેળવી સર્ટિફિકેટ મેળવેલ છે તેમજ રાષ્ટ્રીય કક્ષાના થલ સૈનિક કેમ્પ કે જેમાં સુવર્ણ પદક મેળવેલ હતું. તેવી જ રીતે હાર્દિક ભટ્ટી તેમજ બતાલા અમિતએ રાષ્ટ્રિય કક્ષાના ચંદ્રક મેળવેલ તે બદલ તેમને બિરદાવવામા આવ્યા હતા અને સર્વ પ્રથમ  સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી તેમજ ટ્રસ્ટી રજનીભાઇ તેમજ દેવાંગભાઈને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તે પછી વિવિધ જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરમાં મોખરે આવેલ કેડેટસને ચંદ્રક તેમજ સર્ટિ આપવામાં આવ્યા હતા અને અંતે વિદાઈ પામેલ વિદ્યાર્થીઓ દ્વારા તેમનું ફિડબેક તેમજ શોર્ય ગીત, સ્પીચ, અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ દરમ્યાન ત્રણેય કોલેજના પ્રિન્સિપાલ માંડવીયા, દંગીભાઇ, ગરમોરા તથા તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમનું સુશોભન અને સંચાલન તમામ કેડેટ દ્વારા કરવામાં આવ્યું હતું તેવું એનસીસીનાં કેપ્ટન ડોક્ટર શર્માએ જણાવ્યુ છે.




Latest News