વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગેરકાયદે ખનીજ ચોરી કરનારને આખરી નોટીસ: ૧.૦૩ કરોડનો દંડ વસૂલવા તજવીજ


SHARE











મોરબીમાં ગેરકાયદે ખનીજ ચોરી કરનારને આખરી નોટીસ: .૦૩ કરોડનો દંડ વસૂલવા તજવીજ

મોરબીના કાંતીપુર ગામ પાસે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી જેથી કરીને ખાણ ખનીજ વિભાગની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે ૧૦ ડમ્પર અને એક એક્સેવેટર મશીન સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હવે દિલીપ બીલ્ડકોન નામની પેઢી વાળા પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને દિલીપ બીલ્ડકોનને ,૦૩,૮૪,૦૪૪ ભરવા માટે સાત દિવસની મુદત આપવામાં આવી છે જો દંડ સહિતની રકમ ભરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે

ગત તા ૧૯/૩ ના રોજ કાંતીપુર ગામ પાસે ખાણખનિજ વિભાગની ટીમે રેડ કરી હતી ત્યારે એસ્કેવેટર મશીન દ્વારા સાદી માટી ખનીજનું ખોદકામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જો કે, તેની પાસે ખનીજની કવોરી લીઝ કે પરમીટ હતી નહીં જેથી કરીને એસ્કેવેટર મશીન દ્વારા બિન અધિકૃત રીતે ખનીજ કાઢવામાં આવતું હતું ત્યારે ડમ્પર નં. એમએચ ૩૬ એચ ૨૯૦૧, એમપી ૩૯ એચ ૨૨૯૯, એમપી ૩૬ એચ ૨૨૬૨, એમપી ૩૯ એચ ૧૯૫૭, જીજે ૧૨ બીવાય ૩૨૧૨, એમપી ૩૯ એચ ૧૩૭૨, એમપી ૩૯ એચ ૧૪૫૧, એમપી ૩૯ એચ ૨૧૩૯, એમપી ૩૯ એચ ૧૪૩૩ અને એમપી ૩૯ એચ ૧૮૯૫ ખાલી હાલતમાં મળી આવ્યા હતા અને દીલીપ બિલ્ડકોન લી.નો કેમ્પ આમરણ ગામ પાસે રાખવામા આવ્યો છે અને આ ૧૦ ડમ્પરો મારફતે ખનીજનું પરિવહન કરીને રોડના કામમાં ખનીજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જેથી મશીન દ્વારા ૩૭૨૨૦.૦૩ મેટ્રિક ટન સાદી માટી ખનીજનું બિનઅધિકૃત ખનન કરવામાં આવ્યું છે જેથી કરીને ગુજરાત ખનીજ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ ૨૦૧૭ ના નિયમ ભંગ બદલ નિયમ ૨૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને ૩૭૨૨૦.૦૩ મેટનના પ્રતી મે.ટનના રૂ.૧૭૫ લેખે ગણતરી કરીને ૬૫,૧૩,૫૦૬૮ તેમજ સીઝ કરેલ વાહનોને મુક્ત કરવા ૨,૦૦,૦૦૦, પર્યાવરણીય નુકશાની વળતર માટે ૨૬,૭૦,૫૩૮ અને પ્રત્યેક ડમ્પર માટે ૧,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૧૦ લાખ આમ કુલ મળીને ૧,૦૩,૮૪,૦૪૪ ભરવા માટે સાત દિવસની મુદત આપવામાં આવી છે તેવું મોરબીના ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર પાસેથી જાણવા મળ્યું છે






Latest News